યોગી સરકારે બનાવી નવી સ્પેશ્યલ ફોર્સ, વોરંટ વિના તપાસ અને ધરપકડનો હશે અધિકાર

0
15
Share
Share

લખનૌ,તા.૧૪

ઉત્તરપ્રદેશની યોગી સરકારે નવા વિશેષ સુરક્ષા દળનું ગઠન કર્યું છે. આ દળની સત્તા કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ(CIFS) જેવી જ હશે. આ ફોર્સ પાસે વોરંટ વગર તપાસ અને કોઈની પણ ધરપકડનો અધિકાર હશે. રાજ્ય સરકારે રવિવાર આ જાણકારી આપી.

ઉત્તરપ્રદેશ સ્પેશિયલ સિક્યોરિટિ ફોર્સ UPSSF ઉત્તરપ્રદેશમાં હાઈકોર્ટ, જિલ્લા કોર્ટ, વહીવટી કચેરીઓ અને કેમ્પસ તથા તિર્થસ્થાનો, મેટ્રો રેલ, એરપોર્ટ, બેંક અન્ય નાણાંકિય, શૈક્ષણક સંસ્થાન, ઔદ્યોગિક સંસ્થાન વગેરેની સુરક્ષા વ્યવસ્થા કરશે.

ઉત્તરપ્રદેશ સરકારના સત્તાવાર ટ્‌વીટર હેંડલથી ઘણાં ટ્‌વીટ કરીને આ જાણકારી આપવામાં આવી છે. એડિશનલ ચીફ સેક્રેટરી(ગૃહ) અવનિશ અવસ્થિએ કહ્યું કે, આ પ્રકારની ૫ બટાલિયન પર કુલ ખર્ચ ૧૭૪૭.૦૬ કરોડની મંજુરી છે. જેમાં વેતન ભથ્થા અને અન્ય વ્યવસ્થાઓ પણ સામેલ છે. તેમણે જણાવ્યું કે, તેના પ્રથમ તબક્કામાં પીએસીનો સહયોગ લઈને કેટલાક ઈન્ફ્રાસ્ટ્રક્ચર શેર કરીને તેને આગળ લઈ જવામાં આવશે. આ દળના સભ્યોને વિશેષ પાવર નિયમાવલી હેઠળ આપવામાં આવશે.

અવસ્થિએ કહ્યું કે, મહત્વપૂર્ણ પ્રતિષ્ઠાનોની સુરક્ષા માટે વર્તમાનમાં ૯૯૧૯ કર્મી કાર્યરક રહેશે. વિશેષ સુરક્ષા દળના રૂપમાં પ્રથમ તબક્કામાં ૫ બટાલિયનનું ગઠન કરવાનું પ્રસ્તાવિત છે. આ બટાલિયનના ગઠન માટે કુલ ૧૯૧૩ નવા પદોનું સર્જન કરવામાં આવ્યું છે. આ દળ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો ડ્રીમ પ્રોજેક્ટ હશે.

ટ્‌વીટમાં એડિશનલ ચીફ સેક્રેટરીના હવાલેથી જણાવવામાં આવ્યું કે, દળનો કોઈ સભ્ય કોઈ મેજિસ્ટ્રેટના કોઈ આદેશ વિના તથા કોઈ વોરંટ વિના કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરી શકે છે. વોરંટ વિના તપાસ કરવાની સત્તા પણ આ ફોર્સ પાસે હશે.

સરકારના આ નિર્ણયને લઈને ઘણાં લોકોએ સવાલ ઉઠાવ્યા છે. ટીકાકારોનું કહેવું છે કે તપાસ કરવાનો અને ધરપકડ કરવાના અધિકારનો દુરઉપયોગ થઈ શકે છે.

સરકાર તરફથી આ ટીકાઓ પર કોઈ ઔપચારિક જવાબ આપવામાં આવ્યો નથી. જો કે, સુત્રોએ રેખાંકિત કર્યું છે કે ઉત્તરપ્રદેશ સ્પેશ્યલ સિક્યોરિટિ પાસે CISF જેવી જ સત્તા હશે. કેન્દ્રીય દળ CISF મહત્વપૂર્ણ પ્રતિષ્ઠાનોની સુરક્ષા કરે છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here