યે રિશ્તા ફેમ સચિન ત્યાગીએ કોરોના વાયરસને હરાવી દીધો

0
32
Share
Share

સીરિયલનું શૂટિંગ હાલ નહીં શરુ કરે
અભિનેતા સચિન ત્યાગી ઘરે આરામ કરી રહ્યો છે તેમજ સંપૂર્ણ રીતે સ્વસ્થ થયા બાદ જ સેટ ઉપર પરત ફરશેે
મુંબઈ,તા.૮
થોડા દિવસ પહેલા યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં મનિષનો રોલ પ્લે કરી રહેલા સચિન ત્યાગીનો કોવિડ-૧૯ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. યોગ્ય સારવાર મળ્યા બાદ, એક્ટર રિકવર થઈ ગયો છે અને હવે તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પ્રોડક્શન હાઉસના નજીકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સચિનનો લેટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તે રિકવર થઈ ગયો છે અને હાલ ઘર પર આરામ કરી રહ્યો છે. દુર્ભાગ્ય રીતે સચિનનો કોરોના વાયરસ રિપોર્ટ ત્યારે જ પોઝિટિવ આવ્યો જ્યારે ટ્રેક તેના કેરેક્ટર પર ફોકસ થઈ રહ્યો હતો. યે રિશ્તા ક્યા કહેલાતા હૈના હાલના ટ્રેકમાં તેની યાદશક્તિ જતી રહી હોવાનું દર્શાવવામાં આવી રહ્યું છે અને તેનો દીકરો કાર્તિક (મોહસિન ખાન) તેનું ધ્યાન રાખી રહ્યો છે. જો કે, સચિનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ મેકર્સે શોનો ટ્રેક ચેન્જ કરવો પડ્યો હતો. સચિન ફરીથી શૂટિંગ શરુ કરશે તેમાં પણ થોડો સમય લાગશે. સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાઈટર્સ તેના પર કામ કરી રહ્યા છે. હાલના ટ્રેકમાં તેનો સમાવેશ કરાયો નથી. તેથી હવે રાઈટર્સે નવા એન્ગલથી વિચારવું પડશે. ત્યાં સુધી સચિન આરામ કરશે, જેથી તે ટૂંક સમયમાં શૂટિંગ સેટ પર પાછો ફરી શકે. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ટીવી પર લાંબા સમયથી ચાલી રહેલો શો છે. જેમાં મોહસિન ખાન (કાર્તિક) અને શિવાંગી જોશી (નાયરા)ની આસપાસ સ્ટોરી દર્શાવવામાં આવી રહી છે. શોમાં સચિન કાર્તિકના પિતાનો રોલ પ્લે કરી રહ્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here