યે રિશ્તામાં જોરદાર અંદાજમાં શિવાંગી જોશીનું કમબેક થશે

0
25
Share
Share

કહાનીમાં તેના મોતથી નાયરાના પાત્રનું મોત થઈ ગયું છે, આ બાદથી શિવાંગી જોશીના શો છોડવાની ચર્ચા હતી

મુંબઈ,તા.૧૬

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ટીવી પડદા પરની સુપરહિટ સીરિયલમાંથી એક છે. હાલના દિવસોમાં નાયરા એટલે કે શિવાંગી જોશી સીરિયલ છોડવાને લઈને ખૂબ ચર્ચામાં છે. કહાનીમાં તેના મોતથી નાયરાના પાત્રનું મોત થઈ ગયું છે. આ બાદથી શિવાંગી જોશીના શો છોડવાની ચર્ચા છે. જોકે હવે યે રિશ્તા ક્યા કહેલાતા હૈના ફેન્સ માટે ખુશખબરી છે કે શિવાંગી જોશી સીરિયલમાં કમબેક કરી રહી છે. જી હાં, નાયરાનું પાત્ર ભજવનારી એક્ટ્રેસ શિવાંગી જોશીના શોથી બહાર થવાની ખબર આવી હતી. પરંતુ હવે લાગી રહ્યું છે કે તે બહાર નથી થઈ. પરંતુ ’નાયરા’નું પાત્ર ખતમ કરવામાં આવ્યું છે. શિવાંગી જોશીએ જાતે જાહેરાત કરી હતી કે તેના પાત્ર નાયરાનુ શોમાં જલ્દી મોત થઈ જશે. આ વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે શિવાંગી જોશી શો છોડશે નહીં. કારણ કે શિવાંગી હવે યે રિશ્તા ક્યા કહલાતા હૈના નવા પ્રોમોમાં નજર આવી રહી છે. મેકર્સને શોનો નવો પ્રોમો રિલીઝ કર્યો છે. જેને જોઈને માલુમ પડી જશે કે શિવાંગી જોશી હવે નવા અંદાજમાં જોવા મળશે. આ નવા પ્રોમોમાં શિવાંગી બોક્સિંગ રિંગમાં મુક્કેબાજી કરતા દેખાઈ રહી છે. જ્યારે કાર્તિક દોડીને તેને મળા માટે જતા દેખાય છે. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના પ્રોમોમાં શિવાંગી બોક્સર અવતારમાં દેખાઈ રહી છે. આ પ્રોમોથી સ્પષ્ટ છે કે ’નાયરા’ અને કાર્તિકનો સાથ હવે ખતમ નહીં થાય, પરંતુ નવા અંદાજમાં તેમની જોડી આગળ વધશે. જોકે શોમાં તેનું પાત્ર અને નામ શું હશે તેની જાણકારી હજુ સુધી સામે આવી નથી. પરંતુ શિવાંગી જોશીના ફેન્સ માટે આ ખરેખર એક ખુશખબરી છે તોઓ તેને ફરીથી યે રિશ્તા સીરિયલમાં જોઈ શકશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here