યૂપીમાં હવે બજાર સવારે ૯થી ૯ ખુલી વાગ્યા સુધી ખોલી શકાશે, રવિવારે પ્રતિબંધ યથાવત

0
23
Share
Share

લખનઉ,તા.૦૨

ઉત્તર પ્રદેશની યોગી સરકારે વીકેન્ડ લૉકડાઉનમાં ઢીલ આપવાની જાહેરાત કરી છે. સીએમ યોગી આદિત્યનાથે નિર્દેશ આપ્યો છે કે હવે પ્રદેશમાં સાપ્તાહીક પ્રતિબંધ ફક્ત રવિવારે નિર્ધારિત કરવામાં આવ્યો છે. એટલે સ્પષ્ટ છે કે હવે શનિવારે પણ બજારો ખુલશે અને એક રીતે વીકેન્ડ લૉકડાઉન ખતમ થઈ ગયું છે. યૂપીમાં હવે બજાર સવારે ૯ વાગ્યાથી રાત્રીના ૯ વાગ્યા સુધી ખોલી શકાશે.

તમને જણાવી દઈએ કે કોરોના વાયરસ સંક્રમણના કારણે ઉત્તર પ્રદેશ સરકારે પ્રદેશમાં ઘણા સમય પહેલા વીકેન્ડ લૉકડાઉન લાગુ કર્યું હતું. હવે સીએમ યોગીના નિર્દેશ પછી તેને ખતમ કરી દેવામાં આવ્યો છે. હવે પ્રતિબંધ ફક્ત રવિવારે રહેશે. આ સિવાય યૂપીમાં બજારો ખુલવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે સોમવારથી શનિવાર સુધી સવારે ૯ વાગ્યાથી રાતના ૯ વાગ્યા સુધી બજારો ખુલ્લી રહેશે.

જયારે પહેલા આ સમય ૧૨ વાગ્યાથી રાતના ૮ વાગ્યા સુધીનો હતો. કેન્દ્ર સરકાર પછી હવે યોગી સરકારે પણ અનલૉક-૪ માટે ગાઇડલાઇન જાહેર કરી દીધી છે. નવી ગાઇડલાઇન પ્રમાણે યૂપીમાં ૭ સપ્ટેમ્બરથી મેટ્રો દોડશે. જોકે સ્કૂલ કોલેજ અને કોચિંગ સંસ્થાન ૩૦ સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. કન્ટેઇનમેન્ટ ઝોનને છોડીને બધા સ્થળે અનલૉક-૪ની ગાઇડલાઇન જાહેર થશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here