યુવા સેના ટ્રસ્ટ રાજકોટ દ્વારા અદ્વિતિય માસિક અનુદાન યોજના કાર્યરત

0
65
Share
Share

રાજકોટ, તા.૧૫
‘ગાગરમાં સાગર’ સમાન અદ્‌ભુત અદ્વિતિય યોજના એટલે યુવાસેના ટ્રસ્ટ ‘માલિક અનુદાન યોજના’ આ યોજવામાં કોઈપણ દાતા જોડાઈ શકે છે. દૈનિક માત્ર નજીવી બચતની રકમ રૂા.૩ થી ૫ સુધી બચત કરીને પુણ્યના ભાગીદાર બની શકાય છે. આ યોજનામાં માલિક રૂા.૧૦૦ થી શરૂ કરીને દાન દરમાસે નિશ્ચિરકમ નોંધાવીને સંસ્થા દ્વારા વિવિધ સેવાઓ- અન્નસેવા જીવદયા અન્નસહાય કીટ, આરોગ્ય સેવાઓ, નિઃશુલ્ક દવાઓ બાળ સંસ્કાર અને શિક્ષણ સેવાઓમાં ઉપયોગમાં લેવામાં આવી રહી છે. સંસ્થાનું ધ્યેય નાનામાં નાનો દાતા પણ નાનકડી રકમના માધ્યમથી ગૌરવ સાથે આત્મસંતોષ મેળવીને અધિકારી બને તેવી વિભાવના છે.
આ યોજનામાં જોડાનાર દાતાને દાનની પાકી પહોંચ પણ આપવામાં આવે છે. રૂબરૂ દાન આપી ન શકાય તો ચેક-મ.ઓ. અથવા ટ્રસ્ટના બેંક એકાઉન્ટ બેંક ઓફ ઈન્ડિયાના ખાતા ચં. ૩૧૦૨૧૦ ૧૦૦૦૯૮૦૫ માં સીધા જ જમા કરાવી શકાય છે. તેમજ ઈન્કમટેક્સ કરમુક્તિની કલમ ૮૦ સી હેઠળ અનુદાન આપવામાં આવતું દાન કરમુક્તિને પાત્ર છે.
આ યોજનામાં જોડાવવા, સંસ્થાની સેવાને વધુ ગતિશીલ બનાવવા મદદનો હાથ લંબાવવા નમ્રભાવે અપીલ કરવામાં આવે છે. દાતાનું નાનકડું યોગદાન અનેક જરૂરત મંદોના સ્મીતનું નિમિત્ત બની શકે છે. વધુ વિગત માટે મો.૯૯૧૩૩ ૧૦૧૦૦ પર સંપર્ક સાધવા વિનંતી કરવામાં આવે છે.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here