યુવા સેના ટ્રસ્ટ દ્વારા રચિત સોશ્યલ કાઉન્સેલિંગ કમિટી તૂટતા પરિવારોને બચાવવા ને પુનઃ ઐકય કરાવવા માટે પ્રયત્નશીલ

0
29
Share
Share

રાજકોટ, તા.૧

નિઃસ્વાર્થપણે સેવાકાર્ય મૌનભાવે કરનાર સંસ્થા એટલે રાજકોટ શહેરની પ્રતિષ્ઠિત સામાજિક સેવા સંસ્થા એટલે યુવા સેના ટ્રસ્ટ, આ સંસ્થા દ્વારા અન્ન સેવા હોય, મેડિકલ સાધનોની સેવા હોય શૈક્ષણિક સેવા હોય, જ્ઞાનદીપક જલાવતી લાયબ્રેરી સેવા હોય, અબોલ જીવોની સેવા હોય કે પછી માનવસેવા જેવા દરેક કાર્યો સ્થાપક પ્રમુખ પ્રદ્યુમનસિંહ ઝાલાના વડપણ હેઠળ કરવામાં આવી રહ્યા છે. અને આવા સેવા કાર્યોમાં નીતિનવા સુધારા તેમજ ઉમેરા પણ અવારનવાર થતાં જ હોય છે. આવો જ એક સ્તુત્ય પ્રયાસ આજની ભાગદોડભરી લાઈફમાં છેલ્લા ઘણા સમયથી યુવા સેના ટ્રસ્ટ દ્વારા સોશ્યલ કાઉન્સેલિંગ કમિટીની રચના થકી હાથ ધરવામાં આવેલ છે, જેને આમસમાજ તરફથી બહોળા પ્રમાણમાં આવકાર પણ મળી રહ્યો છે.

આજના ઝડપી યુગમાં સુખ-શાંતિ મેળવવા અને જીવન ટકાવવા માનવીના અવિરત પ્રયાસો છતાં પણ અનેક સમસ્યાઓ કેડો નથી મુકતી. નાની-મોટી સમસ્યાઓએ માનવજીવનમાં તેમજ ગૃહજીવનમાં એક મોટો પહપેસારો કરી અનેક વિંટબણાઓને પણ નોતરી છે. આવા સંજોગોમા તૂટતા પરિવારોને બચાવ અને પુનઃ ઐકય કરવાના ભાગરૂપે ટ્રસ્ટના કાર્યાલય સેવાભવન, ભોલેનાથ સોસાયટી શેરી નં. ૪, અંકુર વિદ્યાલય મેઈન રોડ, રાજકોટ ખાતે ટ્રસ્ટના મહિલા કાર્યકર્તાઓ દેવીકાબેન ગોનાડે, વરિષ્ઠ પત્રકાર મનિષભાઈ મહેતા (રાજકોટ),ભાવનાબેન (એડવોકેટ) હર્ષાબેન અનડા (એડવોકેટ) સોનલબેન વાછાણી (એમએસડબલ્યુ) અને સક્રિય મહિલા કાર્યકર્તા સુમનબા જાડેજાની કમિટી સાંજે ૫ થી ૭ સુધી સમાજસેવાનું કાર્ય સમજી કૌટુંબીક કે ગૃહજીવનની સમસ્યાનો સુખદ ઉકેલ લાવવા પ્રયત્નશીલ છે. વિશેષમાં નોકરીયાત બહેનોને નોકરીના સ્થળે પણ કંઈ તકલીફ હોય તો તેમાં પણ યથા યોગ્ય કરવામાં આવશે. અહીં સોશ્યલ કાઉન્સેલીંગ કમિટીમાં રજુ કરવામાં આવતી સમસ્યાગ્રસ્ત પરિવારોની સમસ્યાની સંપૂર્ણ માહિતી ગોપનીય રાખવામાં આવશે અને તેનો ઉકેલ લાવવા સંનિષ્ઠ પ્રયાસો કરવામાં આવશે. સમસ્યાગ્રસ્ત વ્યકિત કે પરિવારજને પ્રમુખ પ્રદ્યુમનસિંહ ઝાલા (મો.નં.૯૯૧૩૩૧૦૧૦૦)ની અગાઉથી એપોઈન્ટમેન્ટ લઈને સંપર્ક કરાવાનો રહેશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here