યુવાનોને રોજગારીની માંગને લઇ મનસુખ વસાવાએ કેન્દ્રને લખ્યો પત્ર

0
14
Share
Share

જામનગર,તા.૧૭

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સ્થાનિકોને રોજગારી મુદ્દે ફરી એક વખત કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે. મનસુખ વસાવાએ પત્ર લખી ઓપેલ સહિતના મોટા ઉદ્યોગોમાં સ્થાનિક યુવાનોને રોજગારી આપવાની માંગ કરી છે. મનસુખ વસાવાએ જણાવ્યું કે પીએમ મોદીના આશ્વાસન બાદ પણ સ્થાનિકોને રોજગારી નથી મળી રહી. સાથે જ તેમણે ઉદ્યોગો સાથે સંકળાયેલા કેટલાક લોકો મનમાની કરતા હોવાનો પણ આક્ષેપ કર્યો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here