યુવતીને પ્રેમસંબંધ રાખવા માટે ધમકી આપતા યુવક સામે નોંધાઈ ફરિયાદ

0
10
Share
Share

વડોદરા,તા.૨૯

નેશનલ લેવલની રાઇફલ શૂટીંગમાં ભાગ લેનાર યુવતીને પોતાની સાથે પ્રેમસંબંધ રાખવા માટે ધમકી આપતા યુવક સામે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. ૨૭ વર્ષની યુવતી રાઇફલ શૂટિંગની પ્રેકટીસ કરે છે. યુવતી જ્યારે જતી હતી ત્યારે યુવક તેની પાછળ પાછળ આવતો હતો.યુવતી સામે સતત જોયા કરીને યુવક આંખોથી ઇશારા કરી સ્માઇલ આપને પરેશાન કરતો હતો. એક દિવસ રાહુલે યુવતીની નજીક આવીને કહ્યું કે, તું મારી સાથે સંબંધ રાખ હું તને પ્રેમ કરૃ છું મારે તારી સાથે લગ્ન કરવા છે પરંતુ યુવતીએ તેની સાથે સંબંધ રાખવાની ના પાડી દીધી હતી. ઘરે આવીને પિતાને હકીકત જણાવતા પિતાએ રાહુલના ઘરે જઇને ઠપકો આપ્યો હતો. તેમછતાંય ત્રણ દિવસ પૂર્વે રાહુલે મંદિર જઇને યુવતીનો હાથ પકડી લીધો હતો અને ધમકી આપી હતી કે, તારે મારી સાથે સંબંધ રાખવો જ પડશે, નહીંતર હું તને કદરૃપી બનાવી દઇશ. ડરી ગયેલી યુવતી હાથ છોડાવીને ઘરે દોડી ગઇ હતી અને પિતાને સમગ્ર હકીકત જણાવતા યુવતીના પિતાએ આ અંગે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here