યુવતીનું વિધર્મીએ કર્યું અપહરણઃ બનાસકાંઠામાં લવ જેહાદનો કાયદો લાવવાની ઉઠી માંગ

0
22
Share
Share

પાલનપુર,તા.૧૨
પાલનપુરમાં ગત સોમવારે મૂળ પાલનપુર તાલુકાના ધાણધા ગામનો અને સુરતમાં સરકારી નોકરી કરતો શખ્સ પાલનપુર ખાતે રહેતી હિંદુ સમાજની યુવતીનું અપહરણ કરી ગયો હતો. યુવતીના પરિવારજનોએ પોલીસ મથકે જાણવા જોગ અરજી આપી છે. જેમાં જણાવ્યા મુજબ યુવતીને વિધર્મીએ પ્રેમજાળમાં ફસાવી તેણીને બ્લેકમેલીંગ કરી ખોટી સહિઓ કરી કરાવી ખોટા દસ્તાવેજો ઉભા કરી સરકારને અંધારામાં રાખી ખોટી રીતે લગ્ન નોંધણી કરાવી છે. અને યુવતીને અજ્ઞાત સ્થળે ગોંધી રાખી છે. જો સાત દિવસમાં યુવતીને તેના વાલીને સોંપવામાં નહી આવે તો બનાસકાંઠા જિલ્લા બંધ કરી ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી. ઉપરાંત દેશમાં લવ જેહાદનું દુષણ સામાજીક વ્યવસ્થાને તોડી મરોડીને સૌહાર્દને મોટું નુકશાન પહોચાડી રહ્યું છે.
ત્યારે લવ જેહાદનો કાયદો લાવવાની માંગ સાથે બનાસકાંઠા હિંદુ સમાજ દ્વારા સોમવારે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. હિન્દુ યુવતીને ફસાવવાની ઘટનાએ જિલ્લામાં હલચલ મચાવી છે.તેના વિરોધમાં સોમવારે હિંદુ સમાજ સંગઠન દ્વારા બનાસકાંઠા કલેકટરને આવેદન આપી લવ જેહાદનો કાયદો બનાવવા અને ફસાયેલી દીકરીઓને છોડાવવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. જ્યાં મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડ્યા હતા. જેઓ રેલી નિકાળી કલેકટર કચેરી તેમજ જિલ્લા પોલીસવડાની કચેરી આગળ આક્રોશ પૂર્વક જયશ્રીરામના જયઘોષ સાથે વાતાવરણ ગુંજવી દીધુ હતુ. અને કાયદાની માંગણી કરી હતી. આ કાર્યક્રમમાં વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ, રાષ્ટ્રીય કરણીસેના સહિત વિવિધ હિંદુ સંગઠનોના અગ્રણીઓ તેમજ હિંદુ સમાજના વિવિધ જ્ઞાતિઓના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here