યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઃ ઓનલાઈન ભજન સ્પર્ધામાં ડાકોરના કે.બી.શાહની જીત

0
24
Share
Share

ડાકોર,તા.૨૭
કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા પ્રેરિત પ્રાંત યુવા વિકાસ અધિકારી અને જિલ્લા રમતગમત કચેરી, આણંદના સંયુકત ઉપક્રમે ગાયન, સુગમ સંગીત, લગ્નગીત, શાસ્ત્રીય સંગીત, ભજન, લોકગીત વગેરે સ્પર્ધાઓ મોબાઇલ ટુ સ્પોર્ટસ યોજના હેઠળ યોજાઇ હતી. યોજના અંતર્ગત ઓનલાઈન વીડિયો કલીપ દ્વારા તા. ૧૨ થી ૧૮ ડિસે. સુધીમાં વિવિધ યોજાઇ હતી.
જેમાં ભજન સ્પર્ધામાં મૂળ ડાકોરના અને હાલ આણંદના બાકરોલ ખાતે રહેતા કે.બી.શાહે ગયેલ ભજન “જેને આ જગમાં પ્રભુ તારો સહારો ન મળે એની નૈયા ને કોઈ કાળે કિનારો ન મળે’ને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો છે. આ સ્પર્ધામાં તેઓને જિલ્લાકક્ષાએ રૂ. ૧ હજારનું ઇનામ પ્રાપ્ત થયું છે. રાજયકક્ષાની ભજન સ્પર્ધા માટે કચેરી દ્વારા તેઓના નામની ભલામણ કરવામાં આવી છે. શુભેચ્છકો અને ભજનિકોએ તેઓને અભિનંદન પાઠવ્યા હતા.મહત્વનું છે કે કે.બી.શાહ સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ સાથે વર્ષોથી સંકળાયેલ છે. કવિ રાવજી સ્મારક સમિતિના તેઓ સભ્ય છે અને આશીર્વાદ સેવા સંકુલ બે રૂપીએ વૃદ્ધો અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને ટિફિન સેવા પહોંચાડતી સંસ્થાના તેઓ પ્રમુખ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here