યુવકે યુવતીના જૂનો નંબર ચાલુ કરી વોટ્‌સએપ શરૂ કરી બીભત્સ ફોટો અપલોડ કરતા કરાઈ ધરપકડ

0
26
Share
Share

અમદાવાદ,તા.૨૩

શહેરમાં રહેતી એક યુવતી એક યુવક સાથે ટ્યૂશનમાં સાથે જતી હતી. બાદમાં બંને એકબીજા સાથે રિલેશનશિપમાં બંધાયા હતા. પણ બંને વચ્ચે ઝગડા થતા બંને અલગ પડ્યા હતા. રિલેશનશિપમાં યુવકે આ યુવતી સાથે પૈસા લીધા હતા જે ટુકડે ટુકડે ચૂકવવાનો વાયદો કર્યો હતો. જોકે આ યુવતીએ યુવકના ઘરે આ વાત જણાવી દીધી હતી. જેથી યુવકના પરિવારે નારાજ થઈને યુવકના બીજે લગ્ન કરાવી દીધા હતા. જેથી યુવકે યુવતીના જૂનો નંબર ચાલુ કરી તેમાં વોટ્‌સએપ શરૂ કરી તેમાં તેના જ બીભત્સ ફોટો અપલોડ કરી દીધા હતાં. સાયબર ક્રાઇમમાં આ અંગેની ફરિયાદ આવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. ગત જાન્યુઆરીના રોજ એક યુવતીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. આ યુવતીએ ફરિયાદ નોંધાવી કે તે જે નંબર રાખતી હતી. તે નંબર પરથી વોટ્‌સએપ ચાલુ કરી કોઈએ તેનો બીભત્સ ફોટો મૂકી આ યુવતીને બદનામ કરી હતી. જે બાબતે સાયબર ક્રાઇમે તપાસ હાથ ધરી હતી.

જેને લઈને ટેક્નિકલ માહિતી એકત્રિત કરતા સાયબર ક્રાઇમને સફળતા મળી હતી. જેમાં આ કરતુત કરનાર યુવક ઓઢવ વિસ્તારનો હોવાનું સામે આવ્યું હતું. ટેકનિકલ ડેટા આધારે તેને પકડવા સાયબર ક્રાઇમની ટીમો રવાના કરવામાં આવી હતી. ફરિયાદી યુવતીનો જૂનો નંબર ચાલુ કરી તેની પર વોટ્‌સએપ શરૂ કરનાર આરોપી પવન અવધ્યા મળી આવતા સાયબર ક્રાઇમની ટીમે તેની અટકાયત કરી હતી. આરોપી ઓઢવની હરિગંગા સોસાયટીમાં રહેતો હતો. આરોપી મૂળ બિહારનો છે અને હાલ બેકાર હોવાનું તેની પૂછપરછમાં સામે આવ્યું છે. તેણે પોલીસ સમક્ષ વધુ કબૂલાત કરી છે કે ફરિયાદી યુવતી વર્ષ ૨૦૧૩-૧૪માં સાથે ટ્યુશન ક્લાસિસમાં જતા હતા. અને તે દરમિયાન બાદમાં બને રિલેશનશિપમાં હતા.

બાદમાં આ રિલેશનશિપમાં તેઓ વચ્ચે નાના મોટા ઝગડા થતા બને છુટા પડ્યા હતા. આ દરમિયાનમાં ફરિયાદી યુવતી પાસેથી આરોપીએ કેટલાક પૈસા લીધા હતા પણ બને અલગ થતા યુવતીએ તેની પાસે પૈસા માંગ્યા હતા. આરોપીએ ટુકડે ટુકડે આ પૈસા આપવાનું કહ્યું હતું. જોકે યુવતીએ આરોપીના ઘરે ફોન કરીને પૈસાની માંગણી બાબતે જાણ કરી હતી. જેથી આરોપીના પરિવારજનોએ ગુસ્સે થઈ આરોપીના લગ્ન બીજે કરાવી દીધા હતા. ફરિયાદી યુવતીએ ખોટી ખોટી વાતો આરોપીના ઘરે કહીને તેને હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું. જેથી આરોપીએ યુવતીનો જૂનો નંબર ચાલુ કરી તેમાં વોટ્‌સએપ ચાલુ કરી યુવતીના બીભત્સ ફોટો ફોનમાંથી મેળવી અપલોડ કરી બદલો લીધો હતો. સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here