યુવકે કાકાની દિકરી સાથે દુષ્કર્મ આચર્યુઃ કિશોરી ગર્ભવતી થતા ખુલાસો થયો

0
24
Share
Share

નવસારી,તા.૨૫

નવસારીમાં સંબંધોને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. ૨૨ વર્ષીય યુવકે કાકાની દીકરી સાથે જ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. આ ૧૨ વર્ષની કિશોરી પર અવાર નવાર દુષ્કર્મ આચરવામાં આવતું હતું. જે બાદ કિશોરી ગર્ભવતી થતા જ સમગ્ર મામલો સામે આવ્યો છે. આ મામલે પોલીસે આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર નવસારી જિલ્લામાં ફરી સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. ખેરગામ તાલુકાના બહેજ ગામે રહેતા ૨૨ વર્ષિય યુવકે પોતાના સગા કાકાની દીકરીને હવસનો શિકાર બનાવી છે. ૧૨ વર્ષની બાળા ઉપર ત્રણ માસથી અવાર નવાર શારીરિક સંબંધ બાંધતા બાળા ગર્ભવતી બની હતી. જે બાદ આ સમગ્ર ઘટના સામે આવી હતી.

આ મામલે ખેરગામ પોલીસે આરોપીની ધરપકડ કરી પોસ્કો કલમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીનું નામ રોહન ગાવીત છે. ઉલ્લેખનીય છે કે ખેરગામ તાલુકામાં છેલ્લા ત્રણ માસમાં માસૂમ દીકરીઓ ઉપર દુષ્કર્મની ઘટનાઓ વધી છે. ક્યા સુધી આ રીતે જ દીકરીઓની સાથે દુષ્કર્મ થતું રહેશે? શું પોલીસ આરોપીઓ પર કોઇ કાર્યવાહી કરશે? ક્યા સુધી દીકરીઓ આ રીતે ચૂંથાતી રહેશે?

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here