યુવકે આપઘાત કર્યાના ૧૧ દિવસે પોલીસે પત્ની અને પ્રેમીની શોધખોળ હાથ ધરી

0
28
Share
Share

કાગડા પીઠ,તા.૨૩

પત્નીના પ્રેમ સંબંધની જાણ થતા પતિએ આત્મહત્યા કરી લીધી. પરંતુ આત્મહત્યા પહેલા મૃતકે કરેલુ રેકોર્ડીંગ પોલીસ માટે મહત્વનો પુરાવો બન્યું છે. જેના આધારે પોલીસે ગુનો નોંધી પત્ની અને પ્રેમીની શોધખોળ હાથ ધરી છે. શહેરના કાગડાપીઠ વિસ્તારમાં રહેતા ભરત મારુ નામના યુવકે ૧૩ દિવસ પહેલા આત્મહત્યા કરી લીધી હતી. તે સમયે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. જોકે, મરતા પહેલાં યુવકે બે મોબાઇલ અને પેન ડ્રાઇવ માતાને આપી હતી. જે પરિવારના સભ્યોએ ચેક કરતા ભરતની પત્ની દક્ષા મારુને પાડોશી યુવક જિગ્નેશ સાથે પ્રેમ સબંધ હોવાનું રેકોર્ડીંગ બહાર આવ્યું હતું. જેથી આ મામલે મૃતકની માતાએ પુત્રવધૂ દક્ષા અને પ્રેમી જિગ્નેશ વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી.

જેથી કાગડાપીઠ પોલીસે પુરાવા એકઠા કરી આરોપીની તપાસ શરૂ કરી છે. આશરે ૮ વર્ષ પહેલા ભરતના લગ્ન દક્ષા સાથે થયા બાદ દક્ષા પણ તેમની સાથે રહેવા લાગી હતી. અને ૩ વર્ષનો એક પુત્ર પણ હતો. પરંતુ અઢી મહિના પહેલા દક્ષા પોતાના સંતાનને લઇ પિયર જતી રહી હતી. જેથી ભરત દુઃખી રહેતો હતો અને કોઇની સાથે વાતચીત પણ કરતો ન હતો. ૭ સપ્ટે.ના રોજ ભરતે માતાને એક પેન ડ્રાઇવ અને બે મોબાઇલ ફોન આપ્યા હતા અને કહ્યું હતું કે, દિપકને આપી દેજે. ત્યારબાદ ભરત સુઇ ગયો હતો. બીજા દિવસે ઉઠતા ભરત ત્યાં હતો નહી. બાજુના રૂમમાં જોતા ભરતે આત્મહત્યા કરી લીધી હતી. પરંતુ પેન ડ્રાઇવની તપાસ કરતા પત્નીને તેના જ વિસ્તારમાં રહેતા પ્રેમી જીગ્નેશ ઉર્ફે કાલુ સાથે સબંધ હતો.

જેથી જ ભરતે આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે ભરતની માતાએ પુત્રવધૂ દક્ષા અને તેના પ્રેમી જીગ્નેશ સામે દુષપ્રેરણાની ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે. પતિની અંતિમવિધીમાં પણ દક્ષા ન આવતા પરિવારને શંકા ઉપજી હતી. ભરતના મોત બાદ તેની પત્નીને ફોન કરી વાત કરી હતી. પરંતુ તેણે કહ્યું હતું કે, મારે કોઇ સંબંધ રાખવો નથી અને મારે આવવું પણ નથી. તેથી અંતિમવિધિમાં પણ પત્ની હાજર રહી ન હતી અને સંતાનને પણ આવવા ન દીધા હતા. પોલીસ તપાસમા એ વાત સામે આવી છે કે દક્ષાનાં અગાઉ પણ લગ્ન થયા હતા. જોકે પોલીસ પુરતા પુરવા એકઠા કરી ધરપકડ માટેની કાર્યવાહી હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here