કેન્દ્રમાં સત્તા એ પાર્ટીને મળે છે જે પાર્ટી ઉત્તરપ્રદેશમાં શાનદાર દેખાવ કરે છે. આ કહેવત સ્વતંત્ર ભારતમાં દશકોથી ચાલે છે અને આ કહેવત સાચી પણ છે. કારણ કે અહીં લોકસભાની સૌથી વધારે સીટો રહેલી છે. કોંગ્રેસ પાર્ટી આ રાજ્યમાં હવે બિલકુલ ફેંકાઇ ગઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર કેન્દ્રમાં આવ્યા બાદ કોંગ્રેસને કોઇ રાજ્યમાં સફળતા મળી રહી નથી. ઉત્તરપ્રદેશમાં તો તેની હાલત ખુબ ખરાબ છે. તે ચોથા નંબરની પાર્ટી બની ગઇ છે. તેનુ અસ્તિત્વ હવે ખતમ થવાની દિશામાં છે. આ વખતે ઉત્તરપ્રદેશમાં રાહુલના હાથમાં નહીં બલ્કે પ્રિયંકા વાઢેરાના હાથમાં કમાન છે. આવી સ્થિતીમાં પ્રિયંકા પાર્ટીને કેટલી હદ સુધી સફળતા અપાઇ શકે છે તે બાબ તો સમય જ કહેશે. પરંતુ એ બાબત તો નક્કી છે કેતેમની ટક્કર એવા શક્તિશાળી પક્ષો સાથે છે જે પ્રદેશમાં વર્ષોથી લોકોની વચ્ચે છે. જેમાં સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ વાદી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી છે. કોંગ્રેસને અખિલેશ યાદવ, યોગી આદિત્યનાથ, માયાવતી જેવા લીડરો સામે લડવાની જરૂર છે. કોંગ્રેસ પાર્ટીએ વિતેલા વર્ષોમાં સમાજવાદી પાર્ટી, બહુજન સમાજવાદી પાર્ટી સાથે હાથ મિલાવ્યા છે. જો કે તેમને સફળતા મળી નથી. ઉત્તરપ્રદેશની રાજકીય ગંગામાં છેલ્લા ત્રણ દશકથી જર્જરિત થયેલી કોગ્રેસની નૌકાને કિનારે લગાવવાની જવાબદારી આ વખતે પ્રિયંકા પર આવી ગઇ છે. ઉત્તરપ્રદેશમાં શાનદાર દેખાવ કરનાર પાર્ટીને કેન્દ્રમાં સત્તા મેળવી લેવાની તક રહે છે. કોઇ સમય કોંગ્રેસ પાટીની સ્થિતી ખુબ મજબુત હતી. જો કે ધીમે ધીમે કોંગ્રેસની સતત ઉદાસીનતાના કારણ ેતેની હાલત ખરાબ થઇ છે. પાર્ટીમાં નવા પ્રાણ ફુંકવા માટે પ્રિયંકા ગાધીને મજબુત અને સતત મહેનત કરી શકે તેવા નેતાની જરૂર ધેખાઇ રહીછે કોંગ્રેસને એક એવી મજબુત ટીમ તૈયાર કરવાની જરૂર છે જે તમામ રીતે મહેનત કરી શકે. તમામ ક્ષેત્રોમાં કુશળ રીતે વિરોધીઓના પ્રશ્નોના જવાબ આપી શકે. કોંગ્રેસ દ્વારા જમીન પર મહેનત કરવાની શરૂઆત કરી છે પરંતુ હજુ સુધી તેને સફળતા મળી રહી નથી. વર્ષ ૧૯૮૯ બાદથી કોંગ્રેસ પાર્ટી રાજ્યમાં એટલી વખત હારી છે કે તેમની પાસે રડવા માટે આંસુ પણ નથી. જેથી જો ૨૦૨૨માં પણ હારી જશે તો તેના થાકેલા નેતાઓને કોઇ અસર થશે નહીં. પરંતુ પ્રિયંકા ગાંધીની રાજકીય કેરિયરને ચોક્કસપણે ગ્રહણ લાગી જશે. વર્ષ ૨૦૧૯માં તેમની કસૌટી થઇ ગઇ છે. ખુબ આશા સાથે પ્રિયંકા વર્ષ ૨૦૧૯માં યુપીમાં મેદાનમાં ઉતરી હતી. જો કે તેઓ ફ્લોપ રહ્યા હતા. આ વખતે ફરી એકવાર તક છે.