યુપી ગજબ હૈ! એક કરોડ વપરાશકારોએ ક્યારેય વીજળીનું બિલ ભર્યું જ નથી!

0
21
Share
Share

લખનઉ,તા.૨૩

જ્યાં એક બાજુ ઉત્તરપ્રદેશ સરકાર ૨૪ કલાક વીજળીનો સપ્લાય આપવાની વાત કરી રહી છે અને પૂર્વાંચલ ડિસ્ટ્રિબ્યુશન કંપનીના ખાનગીકરણની ચર્ચા ચાલી રહી છે, તેવામાં આશરે ૧ કરોડ વપરાશકારો એવા છે કે જેમણે ક્યારેય વીજળીનું બિલ ભર્યું જ નથી. ઉત્તરપ્રદેશ પાવર કોર્પોરેશનના આંકડા જણાવે છે કે ૩૮% વપરાશકારો એવા છે કે જેઓના ત્યાં જ્યારથી વીજળીનું કનેક્શન આવ્યું છે ત્યારથી તેમણે વીજળીનું બિલ ભર્યું નથી.

આ અંગેની જાણકારી યુપીપીસીએલ (યુપી પાવર કોર્પોરેશન લિમિટેડ)ના ચેરમેન અને એડિશનલ ચીફ સેક્રેટરી (ઉર્જા) અરવિંદ કુમારે ઘણી ટિ્‌વટ્‌સ દ્વારા આપી છે. તેમણે જણાવ્યું કે ૨.૮૩ કરોડ વપરાશકારોમાંથી ૧.૦૯ કરોડ વપરાશકારોએ ક્યારેય પોતાનું વીજળીનું બિલ ભર્યું નથી. જે પૈકી ૯૬% ગ્રામીણ વિસ્તારોના વપરાશકારો હોવાનું જાણવા મળ્યું છે. યુપીપીસીએલના સૂત્રોના જણાવ્યા મુજબ આ વપરાશકારોના ૬૮,૦૦૦ કરોડ રૂપિયા બાકી છે.

આ ૧ કરોડ કરતા પણ વધારે વપરાશકારોમાં ૮૩ લાખમાંથી ૪૩ લાખ વપરાશકારો માત્ર પૂર્વાંચલ ડિસ્કોમના છે. આંકડાઓ મુજબ, પૂર્વાંચલમાં ૩.૭૮ લાખ એવા ગ્રાહકો છે કે જેના પર ૧ લાખ રૂપિયા કરતા વધુનું વીજળીનું બિલ બાકી છે. યુપીપીસીએલના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ આ આંકડા જણાવી રહ્યા છે કે ડિસ્ટ્રિબ્યુશન કંપનીની હાલત શું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here