યુનિવર્સિટીની છેલ્લા વર્ષની પરીક્ષાઓ કેન્સલ કરવા UGC પેનલનું સૂચન

0
18
Share
Share

નવી દિલ્હી,તા.૨૫

દેશભરમાં કોરોના વાયરસના કહેર વચ્ચે હાયર એજ્યુકેશનમાં સ્ટડી કરતા વિદ્યાર્થીઓ માટે છેલ્લા વર્ષની પરીક્ષા જુલાઈ મહિનામાં યોજાવાની હતી, પરંતુ સરકારના સૂત્રો મુજબ મળતી માહિતી પ્રમાણે હવે આ પરીક્ષા કેન્સલ કરવામાં આવી શકે છે અને ઓક્ટોબરથી નવું શૈક્ષણિક સત્ર શરૂ કરી શકાય છે. ઉપરાંત એન્જિનિયરિંગ અને મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ જેવી કે જી(મેઈન) અને નીટ-યુજીસી પણ પોસ્ટપોન્ડ કરી શકાય છે. હરિયાણા યુનિવર્સિટીના વાઈસ-ચાન્સેલર આર.સી કુહાડની આગેવાનીમાં યુજીસી પેનલના એક્સપર્ટે કોરોનાથી દેશની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ તમામ યુનિવર્સિટીઓમાં છેલ્લા વર્ષની પરીક્ષા કેન્સલ કરવાની ભલામણ કરી હતી.

યુજીસીના અધિકારીએ જણાવ્યું, ‘એક્સપર્ટ પેનલની ધ્યાને આવ્યું કે લાખો વિદ્યાર્થીઓને કોરોનાનું સંક્રમણ લાગવાનો ભય હોવાથી શિડ્યુલ મુજબ છેલ્લા વર્ષની પરીક્ષા જુલાઈમાં યોજી નહીં શકાય. આગામી થોડા દિવસોમાં જ નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે.’ યુજીસી નવી ગાઈડલાઈનની જાહેરાત માનવ સંશાધન વિકાસ મંત્રાલય તરફથી મંજૂરી મળ્યા બાદ કરશે. એચઆરડી મિનિસ્ટર રમેશ પોખરિયાલે ટ્‌વીટ કહ્યું હતું, મેં યુજીસીને સલાહ આપી છે કે તેઓ છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા અને નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતની ગાઈડલાઈન પર ફરી ચર્ચા કરે. નવી ગાઈડલાઈન વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફના સ્વાસ્થ્ય અને સેફ્ટીને ધ્યાનમાં રાખીને જાહેર કરાશે. એચઆરડી મંત્રાલયના સૂત્રો મુજબ,

નવી ગાઈડલાઈન મુજબ હવે છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓને તેમના પાછલા સેમેસ્ટરની પરીક્ષા અને ઈન્ટરનલ માર્ક્સના આધારે મૂલ્યાંકન આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ૨૯ એપ્રિલની ગાઈડલાઈન મુજબ, છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટીઓને ઓફલાઈન અને ઓનલાઈન માધ્યમથી પરીક્ષા લેવા સૂચન અપાયું હતું, જ્યારે પહેલા અને બીજા વર્ષના વિદ્યાર્થીને તેમના પાછલા વર્ષ અથવા સેમેસ્ટરના આધારે મૂલ્યાંકન આપવામાં કહેવાયું હતું. જોકે તેમાં કહેવાયું હતું કે જો વિદ્યાર્થી આ બાબતથી સહમત ન હોય તો તેમને સ્થિતિ સામાન્ય થવા પર તક આપવામાં આવશે. જ્યારે છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા ૧લી જુલાઈથી ૩૧ જુલાઈ વચ્ચે લેવા જણાવાયું હતું.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here