યુઝર્સે અંકિતાને દીપિકાની સસ્તી કોપી ગણાવી દીધી

0
12
Share
Share

અંકિતા લોખંડે ફેશન સ્ટેટમેન્ટ માટે જાણીતી છે, પરંતુ દીપિકા પાદુકોણના ડ્રેસની કોપી કરતાં ટ્રોલ થઈ ગઈ

મુંબઈ,તા.૧૭

સીરિયલ પવિત્ર રિશ્તાથી કરિયરની શરુઆત કરનારી એક્ટ્રેસ અંકિતા લોખંડે ફિલ્મ મણિકર્ણિકા અને બાગી ૩માં પણ કામ કરી ચૂકી છે. ટેલિવુડમાંથી બોલિવુડમાં પગ મૂક્યા બાદ તે વધારે સ્ટાઈલિશ થઈ ગઈ છે. પાર્ટી હોય કે પછી કોઈ તહેવાર તે હંમેશા સ્ટાઈલિશ આઉટફિટ પહેરે છે. અંકિતા મોટેભાગે આમ તો ઓફ શોલ્ડર ડ્રેસ, સ્ટનિંગ લહેંગા, હાઈ સ્લિટ ગાઉન, ફ્લોરલ સ્કર્ટ અને સાડીમાં જોવા મળશે છે. પરંતુ આટલી સ્ટાઈલિશ હોવા થતાં તેણે એકવાર કપડાને લઈને એવી ભૂલ કરી દીધી કે ટ્રોલ થઈ ગઈ. વાત અંકિતા લોખંડેના ગયા વર્ષના બર્થ ડે વખતની છે. જ્યાં તેને હદ કરતાં વધારે સ્ટાઈલિશ દેખાવું ભારે પડી ગયું. અંકિતાએ પોતાના ૩૪મા બર્થ ડે પર શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં તેના ટીવી ઈન્ડસ્ટ્રીના ફ્રેન્ડસ સિવાય મણિકર્ણિકાની એક્ટ્રેસ કંગના રનૌત પણ ઉપસ્થિત રહી હતી. બર્થ ડે સેલિબ્રેશનમાં તેણે એવો ડ્રેસ પહેર્યો હતો, જે દીપિકા પાદુકોણે મુંબઈમાં યોજાયેલા પોતાના રિસેપ્શનમાં પહેર્યો હતો. પોતાને ગ્લેમરસ લૂક આપવા માટે અંકિતા લોખંડેએ અનુરાધા ખુરાનાએ ડિઝાઈન કરેલો ફ શેપવાળો મિની રેડ વ્રેપ ડ્રેસ પહેર્યો હતો. ડ્રેસમાં શિમરી વર્ક સિવાય માઈક્રો બૂટી પ્રિન્ટ્‌સનું કામ પણ કર્યું હતું, જે અંકિતાને અટ્રેક્ટિવ લૂક આપી રહ્યું હતું. એક્ટ્રેસે મેકઅપની સાથે હિલ્સ પહેરી હતી. તેણે આ લૂકમાં જેવી તસવીરો શેર કરી કે લોકોએ તરત જ તેને દીપિકા પાદુકોણની ગંદી કોપી કહેવાનું શરુ કરી દીધું. કોઈએ તેને દીપિકાની સસ્તો કોપી કહી તો કોઈએ તેને ગરીબોની દીપિકા કહેવાનું શરુ કરી દીધું. કારણ કે અંકિતાએ જે ડ્રેસ પહેર્યો હતો, તે દીપિકાના મુંબઈ રિસ્પેશનવાળા ડ્રેસની કોપી હતી. દીપિકાએ બોલિવુડ રિસેપ્શન માટે સ્ટેન્ડ-આઉટ લૂકને પસંદ કર્યો હતો. જેને લેબનાની ડિઝાઈનર ઝુહૈર મુરાદે ડિઝાઈન કર્યો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here