યુકે સેવા સમિતિ દ્વારા વૃદ્ધ નિકેતન વૃદ્ધાશ્રમ ખાતે રાશન કીટ નું વિતરણ

0
19
Share
Share

ગિરગઢડા તા ૧

યુકે સેવા સમિતિ ના કિશોરભાઈ વાઢીયા અને અનામી દાતા તરફથી વૃદ્ધ નિકેતન ખાતે એક માસ ચાલે તેટલી રાશન કીટ નું વિતરણ કરેલ છે જેનું સંકલન  યતીન ભાઈ કારીયા એ કરેલ અને આ કાર્યક્રમ માં રઘુવીર સેના ના સુપ્રીમ ગિરીશ કોટેચા તેમજ સંસ્થા ના પ્રમુખ મનસુખ ભાઈ વાજા, તેમજ મંત્રી રજની બેન ઉપસ્થિત રહેલ.

કાર્યક્રમ માં ગિરીશ કોટેચા ના હસ્તે તેલ,બાજરો,દરેક કઠોળ, મસાલા, ખાંડ,ચા વિગેરે જેવી જરુરિયાત ની વસ્તુ ઓ આપેલ.

આ પ્રસંગે ગિરીશ કોટેચા તેમજ મનસુખ વાજા એ વૃદ્ધ નિકેતન ના સંચાલન બદલ સંતોષ વ્યકત કરેલ અને વૃદ્ધો ખુબ સારી રીતે અહી પોતાનું જીવન પસાર કરે છે તે જોઈ ને આનંદ વ્યકત કરેલ.

યતીન ભાઈ કારીયા એ જણાવેલ કે, યુકે તેમજ કેનેડાના દાતાઓ હંમેશા કઈક આપવા માટે તત્પર હોય છે પરંતુ યોગ્ય સંચાલન થાય તો તેઓ સહાય આપતા હોય છે અને રઘુવીર સેના ની સમગ્ર ટીમ દાતા ઓ નો તમામ ફંડ યોગ્ય રીતે ઉપયોગ થાય તેની કાળજી રાખે છે.

આ પ્રસંગે રઘુવીર સેના ના જિલ્લા પ્રમુખ ગિરીશ આડતિયા, ઉપપ્રમુખ હિરેન અઢિયા,જયેશ ખખર,અભિષેક કારીયા વિગેરે ઉપસ્થિત રહેલ.ગિરીશ કોટેચા એ જણાવેલ કે,આ સંસ્થા માં ખુબ જ નૈસર્ગિક વાતાવરણ માં વૃદ્ધો રહે છે જેમાં ગીર ગાય,ઘોડા,પોપટ અન્ય પક્ષીઓ તેમજ કુદરતી વાતાવરણ નો અહેસાસ થાય તેવી હરિયાણી આ સંસ્થા માં ફૂલ – ઝાડ રુપે ઉછેરેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here