યુકે થી આવેલા મુખ્યમંત્રીની પુત્રી અને જમાઇએ કરાવ્યો આરટીપીસીઆર

0
17
Share
Share

અમદાવાદ,તા.૨૮
કોરોના વાયરસના યુકે અને યુરોપના દેશોમાં જોવા મળેલા નવા પ્રકારને પગલે સતર્કતારૂપે ભારત સરકારે આ દેશોમાંથી ભારત આવતી તમામ હવાઇ ઉડાન ૨૩ ડિસેમ્બરથી રદ કરી છે. ભારત સરકારે એવા દિશા નિર્દેશો પણ આપ્યા છે કે આ દેશોમાંથી ૨૫ નવેમ્બરથી ૮ ડિસેમ્બર દરમિયાન આવેલા તમામ મુસાફરોએ સેલ્ફ મોનીટરીંગમાં રહેવું પડશે. એટલું જ નહીં ૯મી ડિસેમ્બર થી ૨૩ડિસેમ્બરના સમય દરમિયાન ભારત આવેલા તમામ મુસાફરોને આઈસોલેશનમાં રહેવું પડશે તથા તે બધાના જ આરટીપીસીઆર ટેસ્ટ ફરજીયાતપણે કરાવવાના રહેશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના પરિવારે પણ ભારત સરકારના આ દિશાનિર્દેશોનું ચુસ્તપણે પાલન કરીને આગવું ઉદાહરણ અન્ય નાગરિકોને પૂરું પાડ્યું છે. મુખ્યમંત્રીના પુત્રી રાધિકા તથા જમાઈ નિમિત્ત અને પૌત્ર શૌર્ય પણ આ સમય દરમિયાન યુકેથી ગુજરાત આવ્યા છે. તેમણે ભારત સરકારની ગાઈડ લાઇન્સ મુજબ પોતાનો આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યો છે. આ ત્રણેયના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here