યુએસ ઓપનમાં સુમિત નાગલ બીજા રાઉન્ડમાં પહોંચ્યો, પ્રથમવાર જીતી ગ્રાન્ડ સ્લેમ મેચ

0
16
Share
Share

ન્યૂયોર્ક,તા.૦૨

ભારતનો ટોચનો ટેનિસ ખેલાડી સુમિત નાગલે પોતાના કરિયરમાં પ્રથમવાર ગ્રાન્ડ સ્લેમ મેચમાં જીત હાસિલ કરી છે. તેણે અમેરિકી ખેલાડી બ્રૈડલે ક્લાનને અમેરિકી ઓપનના પ્રથમ રાઉન્ડમાં ૬-૧, ૬-૩, ૩-૬, ૬-૧થી પરાજય આપ્યો છે. ૧૨૪મી રેન્કિંગના સુમિત નાગલનો હવે બીજા રાઉન્ડમાં સામનો વર્લ્ડ નંબર-૩ ઓસ્ટ્રિયાના ડોમિનિક થીમ સામે ગુરૂવારે થશે. ભારતના યુવા ટેનિસ ખેલાડી સુમિત નાગલે અમેરિકી ઓપન સિંગલ્સના મુખ્ય ડ્રોમાં સીધો પ્રવેશ મળ્યો હતો.

નાગલે ૧ કલાક ૨૭ મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં બ્રૈડલેને પરાજય આપ્યો હતો. નાગલ યૂએસ ઓપન સિવાય અત્યાર સુધી કોઈ ગ્રાન્ડસ્લેમમાં રમ્યો નથી, જ્યારે વર્લ્ડ નંબર-૧૨૯ બ્રૈડલે ચારેય ગ્રાન્ડસ્લેમ રમી ચુક્યો છે. પરંતુ તે બીજા રાઉન્ડથી આગળ વધી શક્યો નથી. સાત વર્ષ બાદ આ પ્રથમ વખત છે જ્યારે કોઈ ભારતીય સિંગલ પુરૂષ ખેલાડીએ યૂએસ ઓપનની કોઈ મેચ જીતી છે. તેની પહેલા ૨૦૧૩મા સોમદેવ દેવવર્મને આ સિદ્ધિ હાસિલ કરી હતી.

પાછલા વર્ષે નાગલે અહીં પ્રથમવાર રમતા રોજર ફેડરર વિરુદ્ધ મુકાબલામાં સેટ (૬-૪) જીત્યો હતો. પરંતુ ત્યારબાદ સ્વિસ સ્ટારે વાપસી કરતા સુમિતને તક ન આપી. ફેડરરે ત્યારબાગ ત્રણેય સેટ ૬-૧, ૬-૨, ૬-૪થી જીતીને મુકાબલામાં પોતાની પ્રતિષ્ઠા બચાવી હતી. સુમિત નાગલ હરિયાણાના ઇઝ્‌ઝર જિલ્લાના જૈતપુર ગામથી છે. તેને ફોજમાં રહેલા પિતા સુરેશ નાગલને ટેનિસમાં રૂચિ હતી. નાગલે આઠ વર્ષની ઉંમરે ટેનિસ રમવાનું શરૂ કર્યું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here