યુએઈથી ગેરકાયદેસર સોનુ લાવવાના આરોપમાં કૃણાલ પંડ્યાની ધરપકડ

0
17
Share
Share

દુબઈ,તા.૧૩
ભારતીય ક્રિકેટર કૃણાલ પંડ્યાની સંયુક્ત અરબ અમીરાતથી ગેરકાયદેસર સોનુ લાવવાના આરોપમાં મુંબઇ એરપોર્ટ પર અટકાયત કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ડાયરેક્ટોરેટ ઑફ રેવન્યૂ ઇંટેલીજેંસના હવાલે જણાવવામાં આવ્યું કે કૃણાલને મુંબઇ એરપોર્ટ પર રોકવામાં આવ્યો. તેના પર જાણકારી વિના આપ્યા વિના નિશ્વિત મર્યાદા કરતાં વધુ સોનુ અને અન્ય કિંમતી સામાન લાવવાનો આરોપ હતો. પંડ્યાને જ્યારે તે જણાવવામાં આવ્યુ કે તેની પાસે નિશ્વિત માત્રા કરતા વધુ સોનુ છે તો તેણે પોતાની ભૂલ સ્વીકાર અને કહ્યું કે તેને આ નિયમોની જાણકારી ન હતી. તેણે તેના માટે માફી માંગી અને તેના માટે પેનલ્ટી પણ ચૂકવી. કૃણાલે કહ્યું કે તે ભવિષ્યમાં આવી ભૂલ નહી કરે.
તે બાદ ડીઆરઆઇએ તેને જવાની મંજૂરી આપી. જણાવી દઇએ કે કૃણાલ ૧૦ નવેમ્બર સુધી યુએઇમાં રમાયેલી આઇપીએલ-૨૦૨૦માં ભાગ લઇને સ્વદેશ પરત ફર્યો છે. અહીં તેની ટીમ મુંબઇ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને ૫ વિકેટે હરાવીને પાંચમી વાર ખિતાબ પોતાના નામે કર્યો છે. કૃણાલ ઓસ્ટ્રેલિયા પ્રવાસે ગયેલી ભારતીય ટીમ અને મુંબઇ ઇન્ડિયન્સ ટીમના સભ્ય હાર્દિક પંડ્યાનો મોટો ભાઇ છે.
યુએઇમાં બંને સાથે જ એક ટીમ માટે રમી રહ્યા હતા. ત્યાંથી હાર્દિક ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે રવાના થઇ ગયો છે. જ્યારે કૃણાલ ભારત પરત ફર્યો છે. સીઝનમાં તેના પ્રદર્શનની વાત કરીએ તો તેણે ૧૬ મેચ રમી છે અને ૧૦૯ રન કરવા ઉપરાંત ૬ વિકેટ પણ ખેરવી છે. કૃણાલ વર્ષ ૨૦૧૬માં મુંબઇ સાથે જોડાયો હતો. તે બાદથી તે આ ટીમનો મહત્વનો સભ્ય છે અને અત્યાર સુધી ૫૫ મેચમાં ૮૯૧ રન બનાવવા ઉપરાંત ૪૦ વિકેટ પણ ખેરવી ચુક્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here