યુએઇ પહોંચેલી કિંગ્સ ઇલેવન પંજાબને પ્રોત્સાહિત કરવા પ્રીતિ ઝિન્ટાએ ખાસ મોકલ્યો મેસેજ

0
42
Share
Share

મુંબઇ,તા.૧૬

IPLન્ની શરૂઆતમાં હવે માત્ર ત્રણ જ દિવસ બાકી છે. ખેલાડીઓથી લઈને ટીમ મેનેજમેન્ટ સુધીના દરેક જણ છેલ્લી વખતની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ સમય IPL ટીમો માટે એકદમ પડકારજનક બની રહ્યો છે. ભારતમાં કોરોનાવાયરસ ફેલાવાને કારણે આ વખતે યુએઈમાં IPLરાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

બાયો-સિક્યુરિટી બબલમાં હોવા ઉપરાંત, ખેલાડીઓ માટે UAEના વાતાવરણમાં પ્રવેશવું સરળ રહેશે નહીં. આવી સ્થિતિમાં, તમામ ટીમ મેનેજમેન્ટ અને માલિકો ખેલાડીઓનો ઉત્સાહ વધારી રહ્યા છે. કિંગ્સ ઇલેવન પંજાબની સહ-માલિક અને બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા હાલમાં ેંછઈમાં છે, તેણે ટીમને એક સંદેશ મોકલ્યો છે.

કિંગ્સ ઇલેવન પંજાબની ટીમે તેના ઓફિશિયલ ટિ્‌વટર હેન્ડલથી પ્રીતિ ઝિન્ટાનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં, પ્રીતિ કહે છે, ‘હાય, ટીમ, હું એટલું જ કહેવા માંગુ છું કે તમે બધા લાજવાબ છો. હું સોશિયલ મીડિયા પર દરેકને ફોલો કરી રહી છું અને હું જોઇ રહી છુ કે કોણ કેટલી મહેનત કરી રહ્યુ છે. હું જલ્દીથી ક્વોરન્ટાઇનમાંથી બહાર આવવા અને બાયો બબલમાં પ્રવેશવા માટે ઉત્સાહિત છું.

પ્રીતિ ઝિંટા હાલમાં તેના પતિ સાથે હોમ ક્વોરન્ટાઇન છે. જોકે, તે ટૂંક સમયમાં ટીમમાં જોડાવા જઈ રહી છે. પ્રીતિ હંમેશાં ટીમનો ઉત્સાહ વધારતી હોય તેવું લાગે છે. તે લગભગ દરેક મેચમાં સ્ટેડિયમમાં જોવા મળે છે. તેનો ટીમ સાથે ખૂબ જ ગાઢ સંબંધ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here