યાત્રાધામ બહુચરાજી મંદિરના ૨ દરવાજા ૮ મહિનાથી બંધ

0
21
Share
Share

મહેસાણા,તા.૨૬

બહુચરાજી અથવા બેચરાજી ભારતના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લામાં આવેલું છે, અને તે બહુચરાજી તાલુકાનું મુખ્ય મથક પણ છે. અહીં આવેલુ બહુચરાજી માતાનુ મંદિર ખુબ પ્રખ્યાત છે, જ્યાં ચૈત્રી પૂનમનો બહુ મોટો મેળો ભરાય છે. પરંતુ કોરોના મહામારીના કારણે બહુચરાજી મંદિર સહિત અનેક મંદિરોની હાલત કફોડી બની છે. મહેસાણા જિલ્લામાં આવેલું પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી મંદિરના છેલ્લા ૮ મહિનાથી ૨ દરવાજા બંધ કરાયા છે, તેને હજુ સુધી એક પણ વખત ખોલવામાં આવ્યા નથી.

જેના કારણે આ વાત ચર્ચાનો વિષય બન્યો છે. યાત્રાધામ બહુચરાજી મંદિરના માનસરોવર અને મુખ્ય બજાર બાજુના બે દરવાજા બંધ રાખવામાં આવ્યો છે. કોરોનાના સંક્રમણના બહાના હેઠળ મંદિર ટ્રસ્ટ દ્વારા બે દરવાજા બંધ કરાયા છે. જેના કારણે બે દરવાજા બાજુના વેપારીઓની હાલત કફોડી ગઈ છે. કારણ કે ત્યાંથી કોઈ માઈ ભક્ત પસાર થતો નથી જેના કારણે કોઈ ખરીદનાર વેપારીઓને મળી રહ્યો નથી. યાત્રિકો પર નભતા વેપારીઓની હાલત દયનિય બનતા તેઓ ચિંતાતૂર પણ છે.

વેપારીઓ જ નહીં, બહુચરાજી મંદિરમાં યાત્રિકોને પણ પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. સરકારી મેળાવડા કરતા કોરોના સંક્રમણ નથી થતું. પરંતુ સરકારને માઈ ભક્તો મંદિરમાં આવે તો કોરોના સંક્રમણ વધે છે. જેથી લોકો તંત્ર પર ગુસ્સામાં છે. હાલ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે શુ મંદિરના બે દરવાજાથી સંક્રમણ અટકશે? જેવા અનેક સવાલો ઉભા થયા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here