મ.પ્ર.માં મજદૂરીના પૈસા માંગવા ગયેલા મજદુરના પ્રાઈવેટ પાર્ટમાં એર કોમ્પ્રેસરની હવા ભરતા મોત

0
20
Share
Share

શિવપુરી,તા.૨૮

ક્રશર પર કામ કરતાં મજૂરને ખબર નહોતી કે તે મજૂરી માંગીને પોતાના મોતને પોકારી રહ્યો છે. ક્રશર ઇન્ચાર્જે મજૂર સાથે એવી હેવાનીયત કરી કે કોઈ વિચારી પણ ન શકે. હેવાન બનેલા ઈન્ચાર્જે મજૂરના ગુપ્તાંગમાં એર કોમ્પ્રેસરથી હવા ભરી દીધી, જેના કારણે મજૂર મરી ગયો. ઘટના બાદ દોઢ મહિના હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ આખરે મજૂરનું મોત નીપજ્યું છે. જોકે આ કેસ દોઢ મહિના જૂનો છે, પરંતુ હવે તેને લઈને હંગામો મચ્યો છે. ઘટના શિવપુરીથી ૭૦ કિલોમીટર દૂર આવેલા ગોબર્ધન ગામની છે. શિવપુરીના ગોબર્ધનમાં બનેલી આ ઘટનાથી પોલીસ-વિભાગના હોશ ઉડી ગયા છે. પરમાનંદ ધાકડ નામના એક મજૂરના મોતથી દરેક લોકોને હચમચાવી દીધા છે. ખરેખર, પરમાનંદ જે ગ્રીટી-ક્રશર સાઇટ પર કામ કરતો હતો, તેના ઈન્ચાર્જે તેની સાથે જનાવર જેવું ખરાબ કામ કર્યું છે.

મળતી માહિતી મુજબ ગાજિગઢ ધારીયામાં રહેતો પરમાનંદ ધાકડ ગામ નજીક તોમર બિલ્ડર્સના ગ્રિટી-ક્રશર પર કામ કરતો હતો. મૃતકના ભાઈ ધનીરામે જણાવ્યું હતું કે, ૮ નવેમ્બરના રોજ સવારે ૯ વાગ્યે ભાઈને ઇન્ચાર્જ રાજેશ રાય સાથે વિવાદ થયો હતો. આ પછી, રાજેશે સાથીદારો સાથે લેજામથી પરમાનંદના જનનાંગોમાં એર કોમ્પ્રેસરથી હવા ભરી દીધી. અકુદરતી રીતે, શરીરમાં હવા ભરવાથી, તેના શરીરના અંદરના અવયવો ફાટી ગયા હતા, અને દિવસે દિવસે સ્થિતિ વધુ બગડતી જતી હતી.

આરોપીઓ પરિવારને જણાવ્યા વગર પરમાનંદને સારવાર માટે ગ્વાલિયર લઈ ગયા હતા. જોકે, તેની હાલતમાં સુધારો થયો ન હતો. આ પછી, તેને ફરી શિવપુરી લાવી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને પરિવારને જાણ કરી. મૃતકના ભાઈ ધનીરામે જણાવ્યું હતું કે, આ ઘટના બાદ પરમાનંદની સારવાર ગ્વાલિયરથી જયપુર ચાલી હતી, પરંતુ તેમાં કોઈ સુધારો થયો નહી અને પરમાનંદનું મોત નીપજ્યું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here