મ્યૂઝિયમમાં પાણી ઘૂસતા ૧૩૦ વર્ષ પછી શોકેસમાંથી ૨૪૦૦ વર્ષ જૂનુ મમી નીકળ્યુ

0
24
Share
Share

જયપુર,તા.૧૮

જયપુરમા ભારે વરસાદના કારણે ૨૪૦૦ વર્ષ જુની મિસ્ત્રથી લાવવામા આવેલી મમી પાણીમા ડુબતા-ડુબતા બચી ગઇ. વર્ષ ૧૯૮૧ પછી પહેલા રાજસ્થાનના અલ્બર્ટ હોલ મ્યુઝિયમ પાણીમા ડુબી ગયા. મિસ્ત્રથી લાવવામા આવેલી મમી આ મ્યુઝિયમમા ૧૩૦ વર્ષથી રાખવામા આવી છે.

૧૪ ઓગસ્ટે જયપુરમા ૭.૩૬ ઇંચ વરસાદ થયો જેના કારણે અલ્બર્ટ હોલ મ્યુઝિયમમા ૫ ફુટ પાણી ભરાઈ ગયા હતા. આ મ્યુઝિયમના બેઝમેન્ટની ગેલેરીમા રાખવામા આવેલી ૨૪૦૦ વર્ષ જુની મમીનુ ૪ ફુટ ઉંચુ બોક્સ સુધી પાણી પહોંચી ગયુ. કર્મચારીઓએ કાચને તોડીને મમીને બહાર કાઢ્યુ હતુ. સારી બાબત તો એ છે તે મમી ખૂબ ઉંચાઇ પર કાચમા પેક કરીને રાખવામા આવી હતી.

તૂતૂ નામની આ મહિલાનુ મમી ૩૨૨ ઇસા પૂર્વ ટોલોમાઇકયુગની છે. મિસ્ત્રની મહિલા પુજારણ તૂતૂના સંરક્ષણ માટે રાખવામા આવેલુ મૃત શરીર પેનોપોલિસ શહેરના અખમીનથી લાવવામા આવ્યુ હતુ. કહેવામા આવે છે કે ૨૪૦૦ વર્ષ જુના મમીને કાહિરા લાવવામા આવી અને ત્યાંથી ૧૩૦ વર્ષ પહેલા જયપુરથી લાવવામા આવી હતી.

વરસાદના કારણે પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગની ૧૦૦થી વધારે ફાઇલ સંપૂર્ણ રીતે પાણીમા ડુબી ગઇ અને કેટલાક દુર્લભ પાંડુલિપિઓને પણ નુકશાન પહોંચ્યુ. જેને સુકવવા માટે ૩ દિવસથી અલ્બર્ટ હોલના કર્મચારીઓ મહેનત કરી રહ્યા છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here