મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે કરેલ અપીલનું સ્વેચ્છાએ પાલન કરતા મનપાના અધિકારીઓ/કર્મચારીઓ

0
24
Share
Share

સપ્તાહમાં એક દિવસ સાયકલ કે ચાલીને ઓફીસ આવવાનું યથાવતઃ આજે પણ સાયકલિંગ કે ચાલીને ઘરે થી ઓફીસ આવ્યા

રાજકોટ તા.૨૩

રાજકોટ શહેરને સાયકલ ફ્રેન્ડલી બનાવવા અને નાગરિકોને સાયકલનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદેશ્યથી સ્માટર્ સીટીઝ મિશન દ્વારા ઇન્ડિયા સાયકલ ફોર ચેન્જ’ ચેલેન્જની શરુઆત કરવામાં આવેલ છે. આ ચેલેન્જમાં રાજકોટ સહીત ૯૫ શહેરોએ ભાગ લીધેલ છે. શહેરમાં સાયકલિંગને પ્રોત્સાહન મળે, પ્રદુષણમાં ઘટાડો થાય તેમજ ટ્રાફિકની સમસ્યા હળવી બને તે માટે રાજકોટ મહાનગરપાલિકા વિવિધ પગલાઓ લઇ રહ્યું છે, જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ/કર્મચારીઓ હવેથી દર શુક્રવારે ઓફિસે આવવા-જવા માટે પોતાના ટુ વ્હીકલ કે ફોર વ્હીકલનો ઉપયોગ ન કરાતા સાયકલ, ચાલીને કે માસ ટ્રાન્સપોટર્નો ઉપયોગ કરે તે અંગે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે અપીલ કરેલ હતી જે અંતર્ગત દર શુક્રવારે મનપાના અધિકારીઓ/કર્મચારીઓ ઘરેથી ઓફીસ સુધી સાયકલિંગ કે ચાલીને અથવા માસ ટ્રાન્સપોટર્નો ઉપયોગ કરીને આવશે. જેમાં આજે પણ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ, નાયબ મ્યુનિ. કમિશનર બી.જી. પ્રજાપતિ, એ.આર.સિંઘ અને  સી.કે.નંદાણી સહિતના અધિકારીઓ/કર્મચારીઓ સ્વેચ્છાએ ઘરેથી ઓફીસ સુધી સાયકલ અથવા તો ચાલીને ઓફીસ આવ્યા હતા. સાથોસાથ શહેરમાંથી પણ અન્ય સંસ્થાઓ દ્વારા બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. જેમ કે રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા પોતાના કર્મચારીઓ માટે નવી પહેલ શરુ કરી છે. જો કોઇ રાજકોટ નાગરિક સહકરી બેંકના કર્મચારી માટે સાયકલ ખરીદી માટે વ્યાજ મુક્ત લોન આપવાનું જાહેર કર્યું છે.

શહેરમાં જો કોઇ નવી સાયકલ ખરીદી કરે તો તેમને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રુપિયા ૧,૦૦૦/- સબસીડી આપવામાં આવે છે તેમજ રૈયા ટેલિફોન એક્ષ્ચેન્જ પાસે આવેલ ઉદાસી કૃપા એન્ટરપ્રાઇઝ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ/કર્મચારીઓ માટે સાયકલ ખરીદી પર સવિશેષ વળતર આપવાનું જાહેર કરેલ છે

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here