મ્યુચ્યુઅલ ફંડ અને મુડીરોકાણ

0
14
Share
Share

પોતાના નાણાં ક્યાં રોકવામાં આવે તે પ્રશ્ન તમામને સતાવે છે…
મ્યુચ્યુઅલ ફંડ યોગ્ય છે કે કેમ તે અંગેનો ફેસલો તો એ દરેક રોકાણકાર કરી શકે છે જે જોખમ ઉઠાવવાની પોતાની ક્ષમતાને ઓળખી કાઢે છે
મુડીરોકાણકારોની સામે હાલના સમયમાં સામાન્ય રીતે પ્રશ્ન એ થાય છે કે તે પોતાના નાણાંનુ રોકાણ તે ક્યાં કરે જેના કારણે તેની સંપત્તિમાં વધારો થઇ શકે. રિયલ એસ્ટેટમાં કોઇ દમ રહ્યો નથી. શેરબજારમાં પણ હાલમાં પ્રવાહી સ્થિતી પ્રવર્તી રહી છે. કારોબારી વધારે રોકાણ કરવા માટે હિમ્મત કરી રહ્યા નથી. ખરાબ સમયના સાથી તરીકે ગણાતા સોનાની સપાટી હવે એવા સ્તર પર પહોંચી ગઇ છે જ્યાંથી તેની કિંમતમાં ઘટાડો થવાની જ આશંકા વધારે દેખાઇ રહી છે. ફિક્સ્ડ ડિપોઝીટના દરો પણ હાલમાં આકર્ષિત રહ્યા નથી. સાથે સાથે પાકતી રકમ પર ટેક્સ પણ લાગુ કરવામાં આવે છે. આવી સ્થિતીમાં માત્ર મ્યુચ્યુઅલ ફંડ જ રહી જાય છે. જેનો પ્રચાર હાલમાં જોરદાર રીતે કરવામાં આવી રહ્યો છે. મ્યુચ્યુઅલ ફંડ સહી હે તે સ્લોગન હાલમાં ચારેબાજુ જોવા મળે છે. મોટા ભાગના લોકો એમ વિચારીને મ્યુચ્યુઅલ ફંડમાં નાણાં લગાવી દે છે કે હકીકતમાં ફંડ મેનેજર એવા શેરમાં અથવા તો ડેટમાં પૈસા લગાવી રહ્યા હશે જેમના કારણે તેમને ખુબ વધારે ફાયદો થશે. મ્યુચ્યુઅલ ફંડ સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઇપી) ખાતામાં સમગ્ર દેશમાંથી આશરે ૨.૨૯ લાખ કરોડ રૂપિયા લગાવી દેવામાં આવ્યા છે. એકલા જુન મહિનામાં જ ૭૫૫૬ કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે. જે રકમ દર્શાવે છે કે મ્યુચ્યુઅલ ફંડમાં હાલમાં સમયમાં કેટલા મોટા પાયે રોકાણ કરવામાં આવી રહ્યુ છે. ભલે રોકાણના આ માધ્યમની લોકપ્રિયતા હાલમાં આસમાન પર છે પરંતુ આ કડવી વાસ્તવિકતાને નજર અંદાજ કરી શકાય નહીં કે તેમા ંપણ તમામ પ્રકારના જોખમ રહેલા છે. કેટલાક ફંડ નુકસાનમાં પણ પહોંચી ચુક્યા છે. હકીકતમાં ભારતમાં રોકાણનુ સ્વરૂપ એવુ છે કે જ્યારે લોકો રોકાણ કરે છે ત્યારે એક જ સેક્ટરમાં સતત રોકાણ કરવામાં આવે છે. આક્રમક જાહેરાતો અને રોકાણના મર્યાદિત સાધનો હોવાના કારણે રોકાણકારોને રોકાણના આ માધ્યમમાં નફો વધારે હોવાની બાબત દેખાઇ રહી છે. કમીશનના કારણે રોકાણ સલાહકારો પણ હવે લોકોને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટેની સલાહ આપી રહ્યા છે. જેના કારણે મ્યુચ્યુઅલ ફંડનુ નેટવર્ક સતત વધી રહ્યુ છે. હવે આંકડા કઇ જુદી વાત કરી રહ્યા છે. એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે કેટલાક મ્યુચ્યુઅલ ફંડ નુકસાનમાં જતા રહ્યા છે. કેટલાક આઇપીઓ બચાવવા માટેના ચક્કરમાં પડીને પોતાના પૈસા ગુમાવી ચુકયા છે. બગડી ગયેલી સ્થિતીમાં આવા ફંડ મેનેજરોની રોકાણકારોને આકર્ષિત કરવાના પ્રયાસના કારણે બજાર નિયામક સેબીને પણ નજર રાખવાની ફરજ પડી રહી છે. મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓએ ગ્રાહકોને લાલચ આપવા અને એમ કહીએ કે તેમને ભ્રમિત કરવા માટે કેટલાક ફંડા રજૂ કરવામાં આવી રહ્યા છે. જેના કારણે બજારમાં ભ્રમની સ્થિતી ઉભી થઇ ગઇ છે. થોડાક દિવસ પહેલા એક બિન સરકારી બેંક સહાયક કંપનીના આઇપીઓને મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટે જે રીતે ૫૦થી વધારે મ્યુચ્યુઅલ ફંડના પૈસા તેમાં લગાવી દેવામાં આવ્યા હતા અને આઇપીઓના નબળા લિસ્ટિંગપર શેર નુકસાનમાં પહોંચી ગયા બાદ મ્યુચ્યુઅલ ફંડ હાઉસ તેને વેચીને બહાર નિકળ્યા તેના કારણે રોકાણકારોને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. એકબાજુ મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ દાવો કરે છે કે તે ખુબ ગંભીરતાપૂર્વક વિચારીને ગ્રાહકોના પૈસા રોકે છે. બીજી બાજુ આ કડવી વાસ્તવિકતા છે કે પોતાની જરૂરિયાતો અને વેપારી સંબંધો ટકાવી રાખવા માટે તેઓ પણ રોકાણ કરેછે. ફંડ હાઉસ રોકાણના સમય ખુશ અને આશાવાદી તો દેખાય છે પરંતુ પરંતુ નુકસાન થવા અથવા તો ઇચ્છિત લાભ ન હોવાની સ્થિતીમાં તેમનો ભાર આ બાબત પર આધારિત હોય છે કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ જોખમી હોય છે. આવુ તેની જાહેરાતમાં પણ સ્પષ્ટ રીતે દર્શાવાય છે. જો મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓના દાવા સાચા રહ્યા હોત તો મોટી સંખ્યામાં ફંડ નુકસાનમાં જતા રહ્યા ન હોત. વાસ્તવિકતા એ છે કે ફંડ મેનેજર પણ ખોટા સમયમાં ખોટા શેરની ખરીદી કરે છે અને વેચે છે. એટલુ જ નહીં કેટલીક વખત તેમના નિર્ણય કોઇ અન્ય નાણાંકીય સંસ્થાને બચાવી લેવા માટે હોય છે. જેના કારણે નુકસાનની પૂર્ણ સંભાવના હોય છે. શેરબજારમાં રહેતા ઉતારચઢાવની સ્થિતી અંગે યોગ્ય ગણતરી કરવાની બાબત ફંડ મેનેજર માટે શક્ય નથી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here