મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંએ પોતાની અને પુત્રની સુરક્ષા માટે અરજી દાખલ કરી

0
24
Share
Share

કોલકાત્તા,તા.૧૬

ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાને પોતાની તથા પોતાની પુત્રીની વિશેષ સુરક્ષા માટે કોલકાતાની કોર્ટમાં અરજી દાખલ કરી છે. આંતરિક વિવાદને કારણે શમી અને હસીન જહાન અલગ રહે છે.  હવે હસીન જહાને મળી રહેલી ધમકીઓને પગલે તેણે સુરક્ષા માટે કોર્ટની મદદ માગી છે. તેણે એવો આક્ષેપ કર્યો છે કે નવમી ઓગસ્ટે તેણે પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી પરંતુ હજી સુધી આ ફરિયાદ પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

હસીન જહાને રામમંદીરના નિર્માણ પર સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી ત્યાર બાદ કેટલાક યુઝર્સ તેને રેપની ધમકી આપી રહ્યા છે.  આ અંગે તેણે પોલીસમાં ફરિયાદ કરી હતી. હવે આ મામલે આગામી સપ્તાહમાં કોલકાતા હાઇકોર્ટમાં તેની સુનાવણી હાથ ધરાશે.

અગાઉ હસીને એમ કહ્યું હતું કે તે બંગાળમાં હોય છે ત્યારે સલામત હોય છે પરંતુ ઉત્તર પ્રદેશમાં તેની સાથે કોઈ ઘટના બની શકે છે. અયોધ્યામાં રામમંદીરના શિલાન્યાસ વખતે તેણે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી પરંતુ આ કારણસર કેટલાક કટ્ટરપંથીઓ તેની વિરુદ્ધમાં થઈ ગયા હતા અને તેને ધમકી આપી રહ્યા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here