મોરબી : સીવીલ હોસ્પિટલમાં માનસીક રોગનાં દર્દીનું અગ્નિસ્નાન, ગંભીર

0
27
Share
Share

મોરબી તા. ર૦

મોરબીની સિવિલ હોસ્પિટલમાં એક યુવાને જવલંતશીલ પદાર્થ શરીરે છાંટીને પોતાની જાત જાળવી લીધી હતી અને તે સળગતી હાલતમાં જ સિવિલ હોસ્પીટલમાં આવ્યો હતો જેથી હોસ્પિટલના સ્ટાફે તેની સારવાર તો શરૂ કરી દીધી હતી જો કે, યુવાન વધુ સળગી ગયો હોવાથી તેની હાલત ગંભીર હોવાથી તેને તાત્કાલિક રાજકોટ ખાતે સારવારમાં ખસેડવામાં આવેલ છે અને પોલીસ પાસેથી મળી રહેલી માહિતી મુજબ માનસિક બીમાર છે અને તેની હાલમાં પણ માનસિક બીમારની દવાઓ ચાલુ જ છે.

મોરબીની સિવિલ હોસ્પિટલમાં ગઇકાલે રાત્રીના ૧૦ વાગ્યાના અરસામાં મોરબી નજીકના નાની વાવડી ગામના મનોજ જગદીશભાઈ નાગલા (૩૫) નામના યુવાને જવલંતશીલ પદાર્થ શરીરે છાંટીને પોતાની જાત જાળવી લીધી હતી અને તે સળગતી હાલતમાં જ સિવિલ હોસ્પીટલમાં આવ્યો હતો જેથી કરીને સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ સહિતના ત્યાં હાજર રહેલા લોકો ચોંકી ગયા હતા જો કે, થોડી વાર બાદ હોસ્પિટલના સ્ટાફે જાતે જલાવી લેનારા યુવાનની સારવાર શરૂ કરી દીધી હતી અને યુવાનની હાલત ગંભીર હોવાથી તેને રાતે જ રાજકોટ સારવાર માટે ખસેડી દેવામાં આવ્યો હતો અને હાલમાં તેની ત્યાં સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે અને પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મનોજ જગદીશભાઈ નાગલાને માનસિક બીમારી છે અને તેના માટેની દવા પણ ચાલુ જ છે અને ગઇકાલે નીંદર ન આવતી હોવાથી તે વધુ ગોળીઓ ખાઈ ગયો હતો જેથી તેને ૧૦૮ માં સિવિલે લઈ આવ્યા હતા અને ત્યાર બાદ તેને આ પગલું ભરી લીધેલ છે વધુમાં મળી રહેલી માહિતી મુજબ ત્રણ ભાઈ બહેનમાં મનોજ જગદીશભાઈ નાગલા સૌથી મોટો છે અને તેને સંતનમાં એક દીકરો પણ છે હાલમાં એ ડિવિજ્ન પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here