મોરબી : સરકારી હોસ્પિટલમાં અગ્નિસ્નાન કરનાર યુવાનનું મોત

0
14
Share
Share

મોરબી, તા.૨૧

મોરબીની સિવિલ હોસ્પિટલમાં ગુરૂવાર રાત્રીના સમયે એક યુવાન પોતાની જાતને જ્વનશીલ પદાર્થ છાંટીને સળગતી હાલતમાં હોસ્પિટલમાં પ્રવેશતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દ્રશ્યો એટલા બિહામણા કે નજરે જોનારાનુ હૃદય દ્રવી ઉઠ્યું હતુ. આ બનાવ બાદ તુરંત જ તબીબોએ યુવકની સારવાર ચાલુ કરી હતી પરંતુ સારવાર સફળ ન થતા યુવાનનુ મોત થયુ હતુ.

સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, મુસાભાઈ, જીજ્ઞેશભાઈ સહિતનાએ આ યુવકના શરીરે લાગેલી આગ ઠારી હતી ત્યાં સુધીમાં તો તેનુ આખું શરીર દાઝી ગયુ હતુ. અમુક નાના અંગ બળીને ખાખ થઈને શરીરથી અલગ થઈ ગયા હોવાનુ પણ જાણવા મળ્યું છે. તબીબો દ્વારા તુરંત તેઓની સારવાર શરૂ કરવામાં આવી છે. વધુ સારવાર માટે તેને રાજકોટ સિવિલમાં રીફર કરવામાં આવ્યા હતા ત્યારે સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજ્યું હતુ. આ યુવક માનસિક બીમારીથી પીડાતો હતો. તેવું તબીબ સાથેની ચર્ચામાં જાણવા મળ્યું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here