મોરબી-વાંકાનેર પંથકમાં વિદેશી દારૂનાં બે દરોડામાં ૧૪૨૪ બોટલ સાથે બે ઝડપાયા

0
60
Share
Share

મોરબી, તા.૨૯

મોરબી શહેરના ક્રિષ્ના પાર્ક અને વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામે દારૂની રેડ કરવામાં આવી ત્યારે પોલીસે વાંકાનેરના પાંચદ્વારકાથી ૧૩૨૦ બોટલ દારૂ તેમજ બોલેરો સહિત કુલ ૧૦.૫૦ લાખનો મુદામાલ કબજે કરીને  એક આરોપીને પકડ્યો છે જો કે, બે શખ્સને પકડવા તજવીજ ચાલુ છે અને મોરબીના ક્રિષ્ના પાર્કમાંથી ૧૦૪ બોટલ કબજે કરીને એક શખ્સની ૩૧૨૦૦ ના માલ સાથે ધરપરડ કરી છે. બનાવની જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ મથકના વી.ડી.મેતાને મળેલ બાતમીના આધારે પીએસઆઈ આર.પી.જાડેજા અને પીએસઆઇ પી.સી.મેાલીયા સહિતના સ્ટાફે રેડ કરી હતી ત્યારે પાંચદ્વારકા ગામે દિપક હિન્દુ પાંચીયા જાતે ભરવાડ હાલ રહે વાંકાનેર વાલાના પાંચદ્વારકાની વાડીમાંથી પોલીસને ૧૧૦ પેટી દારૂ કબજે કર્યો છે. હાલમાં દીપક હિન્દુ પાંચીયા જાતે ભરવાડની ધરપકડ કરેલ છે જ્યારે આ દારૂનો જથ્થો થાનગઢનો ફારૂક નામનો શખ્સ વાંકાનેરના ધારા ઝાલા રાતડીયા જાતે ભરવાડ નામના ઈસમના કહેવાથી દિપક હિન્દુની વાડીએ દારૂ ભરેલ બોલેરો મૂકી ગયો હતો અને દારૂ સગેવગે  થાય તે પહેલા જ તાલુકા પોલીસના વશરામભાઈને મળેલ બાતમીના આધારે તેઓએ પાંચદ્વારકા ગામની વાડી વિસ્તારમાં રેડ કરી છે.

વાંકાનેર તાલુકા પોલીસને સ્થળ ઉપરથી ૧૧૦ પેટી એટલે કે ૧૩૨૦ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી રૂપિયા ૩.૯૬લાખનો દારૂ રૂપિયા ૬.૫૦ લાખી બોલેરો અને ૩૫૦૦ મોબાઇલ સાથે હાલ દિપક હિન્દુ પાંચીયાની ધરપકડ કરવામાં આવેલ છે જ્યારે ફારૂક (થાનગઢ) અને વાંકાનેરના ધારા ઝાલાભાઇની શોધખોળ શરૂ કરી છે. વાવડી રોડ ઉપરના ક્રિષ્ના પાર્કમાં રહેણાંક મકાનમાં દારૂ હોવાની બાતમીના આધારે રેડ કરી હતી ત્યારે ૧૦૪ બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો હતો. પોલીસ પાસેથી આવતી માહિતી મુજબ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના  ડી સ્ટાફે રફીક ઓસમાણ અજમેરી નામના શખ્સના ઘરમાં દારૂની રેડ કરી હતી ત્યારે ૧૦૪ બોટલ દારૂ સાથે ૩૧૨૦૦ ના મુદામાલને કબજે કરવામાં આવેલ છે આ કામગીરી ચકુભાઈ કરોત્તરા, મણિભાઇ ગામેતી, શેખાભાઈ રબારી, કિશોરભાઈ મિયાત્રા સહિતના સ્ટાફે કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here