મોરબી : યુવતિનો ફાંસો ખાઈ આપઘાત

0
23
Share
Share

મોરબી, તા.૮

મોરબીના જેલ રોડ નજીક રહેતી યુવતીએ અગમ્ય કારણોસર ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે જે બનાવ અંગે એ.ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની મળતી વિગત મુજબ મોરબીના જેલ રોડ નજીકના વિસ્તારના રહેવાસી જયશ્રીબેન ચંદુભાઈ જાદવ ઉ.વ.૧૯ યુવતીએ પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે જે બનાવની જાણ થતા એ.ડીવીઝન પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને યુવતીએ કયાં કારણોસર આપઘાત કર્યો તે દિશામાં વધુ તપાસ એ.ડીવીઝન પોલીસ મથકના વિક્રમભાઈ સિહોર ચલાવી રહ્યા છે.

મોરબી : વિજશોકથી શ્રમિકનું મોત

મોરબીના ધુળકોટ ગામમાં શ્રમિકને વીજશોક લાગતા કરુણ મોત નીપજ્યું છે જે બનાવને પગલે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૂળ ભાવનગરના વતની અને હાલ ધૂળકોટ ગામે રહીને ખેત મજુરી કરતા કાળુભાઈ હીરાભાઈ ઝાલા (ઉ.વ.૩૬)નામના શ્રમિક યુવાનને વીજશોક લાગતા મોત થયુ છે જે બનાવની નોંધ કરી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here