મોરબી તા. રપ
મોરબીમાંથી સાત વર્ષની બાળકીનું અપહરણ થયા બાદ દાટેલી હાલતમાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો અને બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય તેવી આશંકા સાથે પોલીસે બનાવની તપાસ ચલાવી હતી જે બનાવ મામલે જીલ્લા એસપી એસ આર ઓડેદરાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ સર્કલ પોલીસ ઇન્સ્પેકટર આઈ એમ કોઢિયાની ટીમે એલસીબી અને તાલુકા પોલીસ ટીમને સાથે રાખીને તપાસ ચલાવી હતી અને બાળકીનું અપહરણ થયું તે સ્થળના સીસીટીવી ફૂટેજ ચેક કરતા શંકાસ્પદ ઇસમની સઘન પૂછપરછ ચલાવી હતી અને આરોપી દુર્ગાચરણ ઉર્ફે ટારજન રેગો ભગવાનભાઈ સૈવયા (ઉ.વ.૨૭) રહે હાલ મોટો સિરામિક સરતાનપર રોડ મકનસર તા. મોરબી મૂળ ઝારખંડ વાળાને દબોચી લઈને વધુ તપાસ હાથ ધરતા બાળકી સાથે દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારી દેનાર નરાધમ ઇસમ પરિણીત હોવાનું ખુલ્યું છે જેની પત્ની ત્રણેક વર્ષ પહેલા મૃત્યુ પામી હોય અને આરોપી બે સંતાનનો પિતા હોવાની માહિતી પોલીસ પાસેથી પ્રાપ્ત થઇ છેે. આરોપીએ બાળકીને હવસનો શિકાર બનાવી બાદમાં તેની હત્યા કરી હતી તો બાળકીના મૃતદેહને દાટેલ હાલતમાં મૂકી મૃતદેહ નજરમાં ના આવે તે માટે પથ્થરથી ઢાંકી દેવાયો હતો જોકે પોલીસે સઘન તપાસ ચલાવી મૃતદેહ શોધી કાઢ્યો હતો અને આરોપીને દબોચી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છેે.
માળીયા (મિં) : કોલ સેન્ટર પ્રકરણમાં ત્રણ આરોપી રિમાન્ડ પર
માળિયાના મોટી બરાર નજીક ગેરકાયદેસર કોલ સેન્ટર પર માળિયા પોલીસે દરોડો કરીને નવ ઇસમોને દબોચી લીધા હતા જે આરોપીને કોટર્માં રજુ કરતા ત્રણ આરોપીના રિમાન્ડ મંજુર કર્યા છે તો અન્ય છને જેલહવાલે કરવામાં આવ્યા છે. યુકેના નાગરિકોને કોલ કરીને નાણા ખંખેરતા કોલ સેન્ટર પર માળિયા પોલીસે દરોડો કરી આરોપી વિકાસ સુરેન્દ્ર ત્યાગી, મીરેશ જયેશ શાહ, જીતું સબાસ્ટીન જ્યોજર્, નરેન્દ્રસિંગ રાઠોડ, ઉમેશ હરેશકુમાર હીરાનંદાની, રાજેશ રુબન ટોપનો, આકાશ યશવંતકુમાર રાવલ, કૌશલ કિરીટભાઈ પટેલ અને રીમાબેન દિનેશકુમાર સોલંકી એમ નવ ઇસમોને ઝડપી લીધા હતા તેમજ સ્થળ પરથી મોબાઈલ, લેપટોપ સહિતનો મુદામાલ મળી આવ્યો હતો માળિયા પોલીસ ટીમે આરોપીને દબોચી લઈને મોબાઈલ, લેપટોપ, સહીત ૧.૭૬ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો જે ઝડપાયેલા આરોપીને આજે કોટર્માં રિમાન્ડની માંગણી સાથે રજુ કરવામાં આવ્યા હતા જેમાં આરોપી વિકાસ સુરેન્દ્ર ત્યાગી, મીરેશ જયેશ શાહ અને જીતું સબાસ્ટીન જ્યોજર્ એમ ત્રણ ઇસમોના કોટર્ે તા. ૨૭ સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે તો અન્ય છ આરોપીને જેલહવાલે કરવામાં આવ્યા છે રિમાન્ડ દરમિયાન આરોપીઓએ અત્યાર સુધીમાં કેટલા લોકો પાસેથી કેટલી રકમ ખંખેરી હતી અને બેંક ખાતા સહિતની તપાસ એલસીબી ટીમ કરશે.