મોરબી : મારામારીનાં ગુન્હામાં આઠ વર્ષથી ફરાર ત્રણ આરોપી ઝડપાયા

0
21
Share
Share

મોરબી, તા.૨૧

મોરબી સીટી એ.ડીવીઝન પોલીસ મથકમાં મારામારીના ગુન્હામાં સંડોવાયેલ મહિલા સહિતના ત્રણ ઈસમો છેલ્લા આઠ વર્ષથી નાસતા ફરતા હોય જેને પેરોલ ફર્લો સ્કવોડ ટીમે ઝડપી લીધા છે.

મોરબી જીલ્લા પોલીસવડા એસ.આર.ઓડેદરાની સુચનાથી પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીમાં મારામારીના ગુન્હામાં સંડોવાયેલ ઉદા પોરતીના નાનજીભાઈ મૈડા, લીલા ઉદાભાઈ મૈડા રહે.બંને એમ.પી. અને દીલ્લા મકના આદિવાસી એમ ત્રણ ઈસમોને પાડાપુલ નીચેથી ઝડપી લઈને એ.ડીવીઝન પોલીસને સોંપવામાં આવેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here