મોરબી : મહિલા પાસે ફોનમાં બિભત્સ માંગણી કરનાર સામે રાવ

0
16
Share
Share

મોરબી તા. ર૦

મોરબીના નવી ટીંબડી ગામના શખ્શે મહિલાને ફોનમાં પજવણી કરીને વોટસએપ વીડીયો કોલ કરી તેમજ બીભત્સ ફોટા અને મેસેજ કરીને બીભત્સ માંગણીઓ કરી હોય જે બનાવ અંગે પોલીસે આઇટી એકટ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચકચારી બનાવની મળતી માહીતી મુજબ મોરબીના ગ્રામ્ય પંથકની રહેવાસી મહિલાએ પોલીસ ફરીયાદ નોંધાવી છે કે નવી ટીંબડી ગામે રહેતા મુકેશ છગન પરમાર નામના શખ્શે ગત તા. ૧૦-૧૧ થી ૧ર-૧૧ દરમીયાન તેની બહેનના મોબાઇલ નંબર પર અવારનવાર વોટસએપ વીડીયો કોલ કરી તેમજ અશ્લીલ અને બીભત્સ ફોટા અને વીડીયો અને વોઇસ રેકોડર્ીંગ વાળા ગંદી ગાળો બોલતા વોઇસ મેસેજ મોકલી અને મોબાઇલ ફોનમાં ફોન કરીને ફરીયાદીની બહેન પાસે બીભત્સ માંગણીઓ કરી હતી. તાલુકા પોલીસે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એકટ ૨૦૦૮ની કલમ ૬૭ (એ) મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે અને આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતીમાન કર્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here