મોરબી : પ્રૌઢ પર ત્રણ શખ્સોનો હુમલો

0
21
Share
Share

મોરબી તા. ર૧

મોરબીમાં ચેનલ ઓપરેટીંગનું કામકાજ કરતો અને ઇદ મસ્જીદ રોડ ઉપર ઘાંચી શેરી નંબર સાતમાં રહેતા સાજીદ ગનીભાઈ પીલુડીયા પિંજારા નામના ૪૫ વર્ષના યુવાનને ફોન કરીને આસ્વાદ પાસે વાળંદની દુકાને બોલાવવામાં આવ્યો હતો અને ત્યાં તેને સબીરભાઈ રજાકભાઈ પીલુડીયા તથા તેની સાથેના બે અજાણ્યા ઇસમોએ ધોકા વડે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જોકે કયા કારણોસર ઉપરોકત બનાવ બન્યો તે પોલીસ સૂત્રો પાસેથી જાણી શકાયું નથી બનાવની હાલમાં એચ.એમ.ચાવડા તપાસ ચલાવી રહ્યા છે.

ચાલુક બાઇકે પ્રૌઢનું મોત

મોરબીના સામાકાંઠે માળીયા ફાટક પાસે આવેલ કાંતિનગર વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતો અને મૂળ ઉત્તરપ્રદેશનો ચંદ્રભાણસિંહ રામાયણસિંહ સ્થથવા જાતે રાજપૂત નામનો ૪૨ વર્ષનો પ્રૌઢ ગુરૂકૃપા બોટલથી માળીયા ફાટક વચ્ચે સર્વિસ રોડ ઉપરથી બાઈક લઈને જતો હતો ત્યારે અચાનક ચાલુ બાઇકે હાટર્એટેક આવી જતાં તે બાઇકમાંથી નીચે પડી ગયો હતો અને બેભાન હાલતમાં હોસ્પિટલ લઈ જવા હતા ત્યાં તેને મૃત જાહેર કરી બી ડિવિઝન પોલીસને જાણ કરાતા ફિરોજભાઈ સુમરાએ તપાસ શરૂ કરી છે.જ્યારે મોરબીના સામાકાંઠે ઇન્દીરાનગર વિસ્તારમાં રહેતો બ્રિજેશ દેવજીભાઈ પરમાર નામનો પંદર વર્ષનો સગીર બાઇક લઇને ગુરૂકૃપા હોટેલ ખાતે પાર્સલ લેવા ગયો હતો અને પાર્સલ લઈને ઘરે જતા સમયે તેના બાઇકને કોઈ કાર ચાલકે હડફેટે લેતાં સર્જાયેલ અકસ્માતમાં બ્રિજેશ પરમારને ઈજા થતાં આયુસ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

મોરબી : શાળામાં શિક્ષણકાર્ય ચાલુ રાખવાની ફરિયાદ બાદ શિક્ષણાધીકારી કચેરીના સ્ટાફનો દરોડો

મોરબી નજીકના શનાળા ગામ પાસે આવેલ ઓસેમ સ્કૂલમાં વિદ્યાર્થીઓને બોલાવીને શિક્ષણ આપવામાં આવતું હોવાની શિક્ષણ વિભાગને ફરિયાદ મળી હતી તેના આધારે તા ૧૭/૯/૨૦ ના રોજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના અધિકારીઓની ટીમે ઓસેમ સ્કૂલની અંદર રેડ કરી હતી ત્યારે સ્કૂલમાં ૫૦ જેટલા વિદ્યાર્થીઓને બોલાવીને ત્યાં શિક્ષણ આપવામાં આવતું હોય તેવું ધ્યાનમાં આવ્યું હતું જેથી કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને શાળા સંચાલક તેમજ આચાર્યની સામે મોરબી એ ડિવિજ્ન પોલીસે સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જો કે, બે મહિના પહેલા ખાનગી શાળામાં વિધ્યાર્થીઓને બોલાવીને શિક્ષણ આપવામાં આવતું હતું તે બનાવમાં બે મહિના પછી કેમ ગુનો નોંધાયો છે તે પણ મોટો સવાલ છે. અત્રે ઉલેખનીય છે કે, અગાઉ વાંકાનેરમાં ખાનગી શાળામાં વિદ્યાર્થીને બોલાવીને ભણાવવામાં આવે છે તેવી શિક્ષણ વિભાગને ફરીયાદ કરવામાં આવી હતી જેના આધારે શિક્ષણ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે સરકાર અને આરોગ્ય વિભાગની ગાઇડ લાઇનના લીરેલીરા કરીને કલાસમાં વિદ્યાર્થીઓને બેસાડીને શિક્ષણ ચાલુ કરવામાં આવ્યુ હતુ જેથી શાળાના સંચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો ત્યાર બાદ ઓસેમ સ્કૂલમાં વિદ્યાર્થીઓને બોલાવીને શિક્ષણ આપવામાં આવતું હોવાની શિક્ષણ વિભાગને ફરિયાદ મળી હતી તેના આધારે રેડ કરવામાં આવી ત્યારે પણ સ્કૂલમાં ૫૦ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોનું આરોગ્ય જોખમાય તેવી કામગીરી કરવા બદલ શાળા સંચાલક ઉદયરાજભાઈ પટેલ તેમજ આચાર્ય દેબ્જની લાહેરીની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મોરબી : ધુનડા ગામે ખનીજ ચોરીમાં સંડોવાયેલા પાંચ શખ્સો ઝબ્બે, એકની શોધખોળ

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ઘુનડા ગામ પાસે આવેલ સરકારી ખરાબાની જમીનમાંથી બેફામ ખનીજચોરી કરવામાં આવી હતી જેથી મોરબી જિલ્લાના ખાણ ખનીજ વિભાગના અધિકારી દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ડમ્પર ચાલક, હટાચી ચાલક, વાહનોના માલિક અને અન્ય બે શખ્સો એમ કુલ મળીને છ શખ્સોની સામે ૧.૮૯ કરોડથી વધુ રૂપિયાનો દંડ વસૂલ કરવા માટેની ફરિયાદ નોંધવામાં આવેલ હતી જેના આધારે પોલીસે હાલમાં પાંચ આરોપીની ધરપકડ કરેલ છે. ટંકારા તાલુકાના ઘુનડા ગામ પાસે આવેલ સરકારી ખરાબાની જમીનમાંથી ખનીજ ચોરી કરવામાં આવતી હોવાની વિગતો સામે આવી હતી અને મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર અંકુરભાઇ જે. ભાદરકા દ્વારા થોડા દિવસો પહેલા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી કે તારીખ ૯/૧૧ ના ત્રણ વાગ્યાથી લઈને તા ૧૩/૧૧ ના બપોરના બે વાગ્યા સુધીમાં ઘુનડા ગામની સીમમા આવેલ ગામની સીમતળની સરકારી જમીનમાંથી હાર્ડ મોરમ (મેટલ) ખનીજની ગેરકાયદેસર ચોરી કરવામાં આવેલ છે અને આરોપીઓ દ્વારા ડમ્પર નંબર જીજે ૧૨ એટી ૬૬૮૬માં ભરીને લઇ ગયા છે તેમજ નંબર વગરના પીળા કલરના હિટાચી મશીનનો ઉપયોગ ખનીજ ચોરી માટે કરવામાં આવેલ છે અને આરોપીઓ ખરાબાની જમીનમાંથી ૫૯,૬૫૮.૬૬૧ મેટ્રીક ટન હાર્ડ મોરમ ચોરી કરી ગયેલ છે જેથી સરકારની જોગવાય પ્રમાણે કુલ મળીને ૧,૮૯,૨૬,૭૧૧ નો દંડ વસુલ કરવાનો થાય છે. ઘુનડા ગામે ખનીજ ચોરીના બનાવમાં હાલમાં પ્રોબેસનલ એએસપી અભિષેક ગુપ્તા દ્વારા પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેમાં માનસિંગભાઈ મગનભાઈ કુરીયા (સુલ્તાનપુર), કાળુભાઇ બાબુભાઈ નિનામા (ત્રાજપર), વિજયભાઈ મનુભાઇ રાઠોડ (નિત્યાનંદ સોસાયટી), નિલેશ લક્ષ્મણભાઈ રાવા (વિધ્યુતનગર) અને વકીલરામ કાશીલાલ યાદવનો સમાવેશ થાય છે અને એક આરોપીને પકડવાનો બાકી હોવાથી તેને પકડવા માટે તજવીજ હાથ ધરી છે આ ઉપરાંત રાજકોટ – મોરબી રોડ પરથી રોયલ્ટી વગર પસાર થતાં રેતીના ૧૦થી વધુ ડમ્પર ડિટેઇન કરેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here