મોરબી તા. ર૩
મોરબી તાલુકાના લાલપર ગામ પાસે આવેલ પેપર મીલમાં બોઇલરની ભઠ્ઠીની પાસે પડેલ ગરમ રાખ પડી હતી જેમાં પડી જવાથી દર્શન યોગેશભાઈ માંગરોળીયા નામનો ચાર વર્ષનો બાળક ગોલ્ડનએરો પેપરમીલ લાલપર ખાતે ગત તા.૧૪-૨ ના સાંજે પાંચ વાગ્યાના અરસામાં દાઝી ગયો હતો. કારખાનાની અંદર આવેલ બોલરની ભઠ્ઠીની પાસે ગરમ રાખ પડી હતી તેમાં દાઝી જવાથી ચાર વર્ષના દર્શન યોગેશભાઇને મોરબીથી સારવાર માટે મોરબી સિવિલે લવાયો હતો ત્યાંથી તેને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો હતો અને ટૂંકી સારવાર બાદ દર્શન નાનના ચાર વર્ષના બાળકે દમ તોડી દીધો હતો હાલ તાલુકા પોલીસ મથકના કે.એ.ચૌહાણે બનાવની આગળની તપાસ શરૂ કરી છે.
મજૂર યુવાનનું મોત
મૂળ મધ્યપ્રદેશનો અનેે હાલ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવડીયારી કેનાલની બાજૂના જેનરોસ સીરામીક નામના યુનિટના લેબર કવાટરમાં રહીને ત્યાં મજૂરી જ કામ કરતાં મૂળ એમપીના શંભુલાલ સનલાલ ઉઇકે નામના ૨૮ વર્ષીય મજુર યુવાન બેભાન હાલતમાં તેને ઓરડીમાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો જેથી તેની ડેડબોડીને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો પ્રાથમિક માહિતી મુજબ મૃતક યુવાનને બે ત્રણ દિવસથી તાવ આવતો હોય અને બિમારી સબબ તેનું મોત નીપજ્યું છે જોકે મોતનું સાચુ કારણ પીએમ રિપોટર્ આવ્યા બાદ જ જાણવા મળશે હાલ તાલુકા પોલીસ મથકના આર.બી.વ્યાસ તપાસ ચલાવી રહ્યા છે.
હુમલાખોર પકડાયો
હુમલાખોર પકડાયો હુમલાખોર પકડાયો મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં યુવાન ઉપર થોડા દિવસ પહેલા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો જે બનાવમાં ફરીયાદ નોંધાયેલ હોય હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ચિરાગ જગદીશ ગાંધી નામના ૨૫ વર્ષીય જૈનવણિક યુવાન (રહે.માધાપર શેરી નંબર-૨ મોમાઈ ડેરીનો ખાંચો) ની મારામારીના કેસમાં ધરપકડ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે.