મોરબી : નવલખી બંદરે પ્રૌઢની છરીના ઘા ઝીંકી હત્યા, આરોપી ફરાર

0
15
Share
Share

મોરબી તા. ર૩

મોરબી જિલ્લાના નવલખી બંદર ખાતે ગાડીમાં લોડિંગ કરવા બાબતે પ્રૌઢને છરીનો ઘા ઝીંકીને તેની હત્યા કરી નાખવામાં આવી છે જેથી મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. આ બનાવ અંગે માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પીએસઆઇ ચુડાસમા સહિતની ટીમે આરોપીઓને પકડવા તપાસ શરૂ કરી છે.

મોરબી જિલ્લામાં આવતા નવલખી બંદર ખાતે યુવાનને છરીનો ઘા ઝીંકીને તેની હત્યા કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. માળીયા મિંયાણા તાલુકા પોલીસ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા તાલુકા પોલીસની હદમાં આવતા મોટા દહીસરા ગામે રહેતા અને ખાનગી કંપનીમાં નવલખી બંદર ખાતે કામ કરતાં દશરથસિંહ ભગવતસિંહ જાડેજા (૪૨) નામના પ્રૌઢને નવલખી બંદર પર છરીનો ઘા ઝીંકીને તેની હત્યા કરવામાં આવેલ છે.

વધુમાં પીએસઆઇ ચુડાસમા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે નવલખી બંદર ગાડીમાં લોડીંગ કરવા બાબતની માથાકુટ હતી જેમા દશરથસિંહ ભગતસિંહ જાડેજાને છરીનો જીવલેણ ઘા ઝીકી દેવામાં આવેલ છે જોકે છરી મારનાર છરી મારીને નાસી ગયેલા છે તે શખ્સને શોધવા માટે કવાયત ચાલુ છે. જે યુવાનની હત્યા કરવામાં આવી છે તેના કુટુંબના ગામમાં જ રહેતા શખ્સે છરી મારી હોવાની માહિતી પોલીસને મળી રહી છે જેના આધારે તપાસ ચાલી રહી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here