મોરબી : નજીવી બાબતે ચાર શખ્સોનાં હુમલામાં ઇજાગ્રસ્ત પ્રૌઢનું મોત, એકની ધરપકડ

0
12
Share
Share

મોરબી તા. ર૧

મોરબીમાં ભંગારની રેંકડી કાઢીને ધંધો કરતા ધંધાર્થીઓ વચ્ચે થોડા દિવસો પહેલા મેમરી કાર્ડ વેચાતું લેવા મામલે મારામારી થઈ હતી.જેમાં જે તે સમયે આ બનાવ અંગે સામસામી ફરિયાદ નોંધાઇ હતી. દરમિયાન એક પક્ષે મારામારીમાં ગંભીર રીતે ઘવાયેલા શ્રમિકનું સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. બી ડિવિઝન પોલીસે અગાઉ હુમલાના બનાવની ફરિયાદમાં ચાર શખ્સ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મોરબીના સામાકાંઠે આવેલ કુબેર ટોકીઝ પાછળ મફતિયાપરામાં રહેતા ગોગનભાઈ વેલજીભાઈ વાઘેલાને રસિક દેવસી ચારોલીયાએ મેમરી કાર્ડ વેચાતું લેવાનું કહ્યું હતું.પણ ગોગનભાઈએ મેમરી કાર્ડ વેચાતું લેવાની ના પાડી દીધી હતી.આથી આ બાબતનો ખાર રાખીને રસિક દેવશી ચારોલીયા, હરેશ ઉર્ફે ઉગો દેવસી ચારોલીયા, મુકેશ રસિક અને સુરેશ કિશોર નામના ચાર શખ્સોએ લોખંડ પાઈપ અને એન્ગલથી ગોગનભાઈ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો.આ હુમલામાં ગંભીર રીતે ધવાતા તેમને મોરબી બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા હતા.જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.આથી બનાવ હત્યામાં ફેરવાયો છે.જો કે અગાઉ મૃતકના પત્ની શારદાબેન ગોગનભાઇ વાઘેલાએ ચાર શખ્સો વિરુદ્ધ હુમલાની ફરિયાદ નોંધાવી હતી.

મોરબી : રફાળેશ્વરમાં  દાઝી જતા માસુમ બાળકીનું સારવારમાં મોત

મોરબીના રફાળેશ્વરમાં આવેલી આનંદ સિરામીકમાં રહેતા પરિવારની ૪ વર્ષની બાળા પાંચેક દિવસ પૂર્વે રમતા-રમતા ગરમ તેલની કડાઈમાં ભટકાઈ હતી. ગંભીર રીતે દાઝેલી માસુમ બાળાનું રાજકોટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત અનુસાર, મોરબીના રફાળેશ્વરમાં આવેલ આનંદ સિરામીકમાં રહેતા પરિવારની ઈન્દુબેન કનુભાઈ ચૌહાણ નામની ૪ વર્ષની બાળા ગત તા.૧૬ નવેમ્બરના રોજ બપોરના સાડા બારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે રમતી હતી. ત્યારે રમતા-રમતા માસુમ બાળકી ગરમ તેલની કડાઈમાં પડી જતાં ગરમ તેલ તેના પર ઉડ્યું હતું. માસુમ બાળા ગંભીર રીતે દાઝી જતાં તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

જ્યાં તેણીનું ચાલુ સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here