મોરબી નજીક ટ્રકની ઠોકરે કાર ચાલકનું મોત

0
21
Share
Share

મોરબી તા. ર૮

મોરબી નજીક સરતાનપર રોડ પર ગત રાત્રીના સમયે અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક ની ઠોકરે કારસવાર યુવાનને ગંભીર ઈજા થતા મોત થયું હતું મૂળ ચરાડવાના રહેવાસી અને હાલ મોરબી રહેતા જીતેન્દ્રભાઈ વશરામભાઈ માકાસણાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના ભાઈ કૌશિકભાઈ માકાસણા (ઉ.વ.૩૨) પોતાની કાર જીજે ૧૩ સીસી ૬૯૯૭ લઈને સરતાનપર રોડ પાસેથી મીલેનીયમ સિરામિક પાસેથી પસાર થતા હોય દરમીયાન ટ્રક જીજે એમએચ ૪૬ ડીએફ ૬૧૬૫ ના ચાલકે કારને ઠોકર મારી હતી જે અકસ્માતમાં ગંભીર ઈજા થતા કૌશિકભાઈ માકાસણાનું મોત થયું હતું તાલુકા પોલીસે ટ્રકચાલક વિરુધ અકસ્માતનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here