મોરબી નજીક અજાણ્યા વાહન હડફેટે પોલીસમેનનું એકટીવા ચડતાં પત્નિનું મોત, પતિને ઈજા

0
15
Share
Share

મોરબી, તા.૧૬

મોરબીના હરીપર કેરાળા નજીક આજે અકસ્માત સર્જાયો હતો જેમાં એકટીવાને અજાણ્યા વાહનચાલકે ઠોકર મારતા એકટીવામાં સવાર પોલીસકર્મીના પત્નીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીની સીટી પોલીસ લાઈનના  રહેવાસી અને પોલીસમાં ફરજ બજાવતા રમેશગીરી ગોસાઈ તેના પત્ની સાથે એકટીવામાં માતાજીના દર્શન અર્થે ગાળા ગયા હોય અને ત્યાંથી પરત ફરતા હોય ત્યારે અજાણ્યા વાહને એકટીવાને ઠોકરે ચડાવ્યું હતું જે અકસ્માતમાં એકટીવા ચાલક રમેશગીરી ગોસાઈને ઈજાઓ પહોંચી હતી જયારે પોલીસકર્મીની નજર સામે પત્ની હર્ષાબેનનું કરુણ મોત થયું હતું જયારે અકસ્માત સર્જી્‌ વાહનચાલક નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી વધુ તપાસ ચલાવી છે તેમજ અકસ્માતનો ગુન્હો નોંધી ફરાર વાહનચાલકને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here