મોરબી : દેશી તમંચા સાથે શખ્સ ઝડપાયો

0
14
Share
Share

મોરબી, તા.૧૬

મોરબી જીલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ મોરબી એસઓજી પીઆઈ જે.એમ.આલની સુચના હેઠળ વિધાનસભા ચુંટણી તેમજ નવરાત્રી-દિવાળીના તહેવારો અનુસંધાને ગેરકાયદેસર હથિયાર રાખતા ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે એસ.ઓ.જી. સ્ટાફ બી.ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય દરમિયાન સ્ટાફના પરેશભાઈ પરમાર તથા રસિકભાઈ કડીવારને બાતમી મળેલ જેના આધારે યમુનાનગર સોસાયટીમાં આરોપી સાજીદ ઉર્ફે સાજલો સાઉદીનભાઈ જેડાને ગેરકાયદેસર દેશી બનાવટની ૧૨ બોરના તમંચો નંગ-૧ રૂા.૫૦૦૦ સાથે મળી આવતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી એસઓજી ટીમની આ કામગીરીમાં કિશોરભાઈ મકવાણા, રસિકભાઈ કડીવાર, પરેશભાઈ પરમાર, ધર્મેન્દ્રભાઈ વાઘડીયા અને રમેશભાઈ રબારીએ કરેલ છે.

મોરબી નજીક ટ્રક હડફેટે બાઈક ચડતા વૃઘ્ધાનું મોત

મોરબી માળિયા હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો છે જેમાં ટીંબડી પાટીયા નજીક બાઈક પર જતા દંપતીને ટ્રક ચાલકે ઠોકરે ચડાવતા પતિની નજર સામે પત્નીનું મોત થયું છે. મોરબીના અમરાપર ગામના રહેવાસી રવાભાઈ નાનજીભાઈ ડાભી (ઉ.વ.૬૩) અને તેના પત્ની જયાબેન ડાભી (ઉ.વ.૬૧) ડબલ સવારી બાઈકમાં માળીયા હાઈવે પર ટીંબડી ગામ પાસેથી જતા હોય ત્યારે બાઈકને ટ્રક ચાલકે હડફેટે લીધુ હતુ જે અકસ્માતમાં પતિની નજર સામે પત્ની જયાબેન રવાભાઈ ડાભીનુ મોત થયુ હતુ જ્યારે ઈજાગ્રસ્ત પતિ રવાભાઈ ડાભીને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હોવાની માહિતી સુત્રોમાંથી પ્રાપ્ત થઈ છે જે બનાવ અંગે તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હોય જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here