મોરબી ટ્રક હડફેટે રિક્ષા ચડતા છ મહિલા સહિત ૭ને ઈજા

0
18
Share
Share

મોરબી,તા.૧૮

મોરબી આર.ટી.ઓે. કચેરી પાસે સોમવાર સાંજે ટ્રકની ઠોકરે રીક્ષા પલ્ટી મારી જતા રીક્ષામાં સવાર અમદાવાદના વટવા ચાર માળીયા કવાટર્રમાં રહેતા પુજાબેન અલીનભાઇ બારોટ (ઉ.વ.૨૧), મધુબેન નરેશભાઇ બારોટ (ઉ.વ.૨૦), નીલુબેન સુરજ બારોટ (ઉ.વ.૨૦), ડાલીબેન રમેશ બારોટ (ઉ.વ.રર), સુનીતાબેન રાજુ બારોટ (ઉ.વ.ર૦) રીક્ષા ચાલકને શરીરે નાની મોટી ઇજા થતા સ્થાનીક લોકોએ ૧૦૮ મારફતે સારવાર અર્થે રાજકોટ સીવીલ હોસ્પિટલ ખસેડયા હતા. અમદાવાદના બારોટ પરિવારની મહીલાઓએ ગાંધીધામથી રાજકોટ રીક્ષામાં જતી વેળાએ મોરબી પાસે અકસ્માત સજરયાનું અને શરીરે ઇજા થયાનું મોરબી તાલુકા પોલીસને જણાવ્યું હતું અકસ્માતના બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here