મોરબી : ટેન્કર હડફેટે બાઈક ચાલક ગંભીર

0
13
Share
Share

મોરબી, તા.૨૦

મોરબી માળિયા હાઈવે પર આવેલ રવિરાજ ચોકડી પર ટેન્કરના ચાલકે વળાંક વાળવા સમયે બાઈક ચાલકને હડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી વર્ના કારને પાછળથી ઠોકર મારી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર આવેલ રવિપાર્ક ૨ માં રહેતા વલ્લભભાઈ ખીમજીભાઈ ભલગામાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ટેન્કર જીજે૧૨બીડબ્લ્યુ ૮૮૪૫ ના ચાલકે પોતાનુ ટેન્કર પુર ઝડપે ચલાવીને મોરબી માળિયા હાઈવે પર આવેલ રવિરાજ ચોકડી નીચેના ભાગે વળાંક વાળવા સમયે કાવો મારી ફરિયાદી વલ્લભભાઈના મોટર સાયકલ જીજેડીજે ૫૭૦૫ ને પાછળથી ઠોકર મારી પછાડી દઈ ગંભીર ઈજા કરી સાહેદની બાઈકને પાછળથી ઠોકર મારી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે. તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here