મોરબી : જીઆઇડીસી નજીક વિદેશી દારૂ-બીયર સાથે શખ્સ ઝડપાયો

0
36
Share
Share

મોરબી તા. ર૯

મોરબીના જી.આઈ.ડી.સી નજીક દારુનો વેચાણ કરતા એક શખ્સને એ ડીવીઝન પોલીસ ઝડપી કાયદેસરની કાયર્વાહી હાથ ધરી છે. બનાવની મળતી વિગત મુજબ મોરબીના મૂળ પડધરી તાલુક્નાઓ નો ને હાલ  મોરબીના વાવડી રોડ પર ભાડાના મકાનમાં રેહતો લખમણ મેપાભાઈ  ગરચર જી.આઈ.ડી.સી નજીક દારુ વેચતો હોવાની બાતમી એ ડીવીઝન  પોલીસની મળી હતી જેથી એ ડીવીઝન પોલીસના સમરતસીહ ઝાલા અને આશીફ્ભાઈ ચાણક્યા વોચમાં હતા ત્યારે આરોપી શનાળા રોડ પર આવેલ મનહર મિરર નજીક પુંઠાના બોક્સમાં દારુ વેચતો મળી આવ્યો હતો તેની પાસેથી દારુની બોટલ નગ ૩ અને બીયર નગ ૩૦ કુલ ૯૩૦૦ નો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે અને આ દારુ ક્યાંથી આવ્યો અને કેટલા સમયથી વેચાતો હતો તેની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

પરિણીતા લાપતા

મોરબીના સામાકાઠા વિસ્તારમાં ઈન્દ્રીરાનગરમાં રેહતા રમેશભાઈ કાયાભાઈ પરમાર ઉ.વ.૨૪ વાળાએ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે કે તેની પત્ની ભાવનાબેન રમેશભાઈ પરમાર ઉ.વ.૨૩ વળી ગત તારીખ ૨૭ ના રોજ સવારે કોયને કહ્યા વગર ઘરેથી જતી રહી છે અને આજુબાજુ સગા સબધી ને ત્યાં શોધખોળ કરતા કઈ ભાળ ન મળતા આ અગેની જાણ બી ડીવીઝન પોલીસ મથકમાં કરવામાં આવી છે જેની વધુ તપાસ એફ.આઈ.સુમરા ચલાવી રહ્યા છે.

ગટરમાં પડી જતાં માસુમ બાળાનું મોત

મોરબીના બોનીપાર્કમાં રહેતા હિતેશભાઈ બીસ્ટની દોઢ વર્ષની દીકરી વર્ષાબેન ઘર પાસે રમતા રમતા ઘરની બાજુમાં આવેલ ગટરમાં પડી જતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી : શંકાસ્પદ રીક્ષા સાથે શખ્સ ઝડપાયો

મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરાના માર્ગદર્શન હેઠળ મોરબી એસઓજી પી આઈ જે એમ આલની સુચનાથી પોલીસ ટીમ વાહન ચેકીગમાં હોય દરમિયાન પોલીસ સ્ટાફના ધર્મેન્દ્રભાઈ વાધડીયા અને યોગેશદાન ગઢવીએ ઈ ગુજકોપ મોબાઈલ પોકેટકોપની મદદથી જીજે ૨૭ વાય ૭૨૧૬ ચેક કરતા રીક્ષાના સાચા રજીસ્ટેશન નંબર જીજે ૨૭ ટીએ ૨૮૭૭ હોય જેથી રીક્ષા ચાલક વલીમામદ સલેમાન માલાણી રહે-કાંતિનગર મોરબી-૨ વાળાએ ચોરી અને છળકપટ કરી હોવાની માહિતી મળતા એસઓજી ટીમે રીક્ષા ડીટેઈન કરી ચાલકની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી એસઓજી ટીમની આ કામગીરમાં રણજીતભાઈ બાવડા, કિશોરભાઈ મકવાણા, જયપાલસિંહ ઝાલા, રસિકભાઈ કડીવાર, ધર્મેન્દ્રભાઈ વાધડીયા, સતીશભાઈ ગરચર, યોગેશદાન ગઢવી, સંદીપભાઈ માવલા અને પ્રિયંકાબેન પૈજા સહિતની ટીમે કરેલ છે.

માળીયા (મિ.)નાં લૂંટનાં ગુન્હામાં દોઢ દાયકાથી ફરાર આરોપી ઝડપાયો

માળિયા પોલીસ મથકમાં લૂંટના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ છેલ્લા ૧૫ વર્ષથી નાસતો ફરતો હોય જેને મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમે દબોચી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે માળિયામાં વર્ષ ૨૦૦૬ ના વર્ષમાં લૂંટના ગુન્હામાં સંડોવાયેલ આરોપી રાજુરામ હરિરામ બિશ્નોઈ રહે રાજસ્થાન વાળો ટીંબડી પાટિયા પાસે હોય  જે બાતમીને પગલે ટીમે સ્થળ પર તપાસ કરતા આરોપી રાજુરામ હરિરામ બિશ્નોઈ મળી આવતા આરોપીને દબોચી લઈને માળિયા પોલીસને સોપવામાં આવ્યો છેે

જૂનાગઢ : દિવો કરતા દાઝેલા વૃધ્ધાનું સારવારમાં મોત

જૂનાગઢ તાલુકાના ઝાંઝરડા ગામે દીવો સળગાવવા જતાં દાઝી ગયેલા વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આગે તાલુકા પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઝાંઝરડા ગામે મણીબેન જાદવ ભાઈ ડોબરીયા નામના વૃદ્ધાના ઘરે રુમમાં દિવાબત્તી કરવા જતા દીવો સળગાવવા જતાં સાડીમાં પડી જતા દાઝી જતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ

મોરબી : કારખાનાનાં કોન્ટ્રાકટર સામે બાળ મજુરી અંગે નોંધાતો ગુન્હો

મોરબીના જીવાપર ગામ ખાતે આવેલ સ્પાટર્ન ગ્રેનાઈટો નામના કારખાનામાં કોન્ટ્રકટરે તરુણોને મજુર તરીકે રાખ્યા હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે. મળતી માહિતી મુજબ મોરબી શ્રમ અધિકારી તરીકે ફરજ બજાવતા મેહુલ હિરાણીએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી અભિષેક જગદીશ સેન રહે-જીવાપર સ્માટર્ન ગ્રેનાઈટો કારખાનાની લેબર કોલોનીમાં વાળાએ સ્પાટર્ન કારખાનામાં પોતાના કોન્ટ્રાક્ટરે કારખાનામાં ૧૮ વર્ષથી ઓછી ઉમરના તરુણોને મજુર  તરીકે રાખ્યા હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે તો મોરબી તાલુકા પોલીસે બાળ અને તરુણ કામદાર-૧૯૮૬ એક્ટ ની કલમ ૩(એ) તથા ૧૪ અંતર્ગત ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here