મોરબી જિલ્લામાં વધુ ૨૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ

0
17
Share
Share

મોરબી,તા.૧૮

જિલ્લાના નવા કેસોમાં બગથળા ગામે ૭૦ વર્ષ પુરુષ, નાની બજારમાં ૪૨ વર્ષ મહિલા અને ૧૦ વર્ષની બાળકી, ચકમપર ગામે ૪૬ વર્ષ પુરુષ, વાંકાનેરના દિગ્વિજયનગર પેડકમાં ૬૦ વર્ષ પુરુષ, વાંકાનેરના જડેશ્વર રોડમાં રહેતા ૪૦ વર્ષ મહિલા, માધાપરમાં રહેત ૭૦ વર્ષ પુરુષ, બેલા (રંગપર)માં ૬૨ વર્ષ મહિલા, મહેન્દ્રનગર હનુમાન એપાર્ટમેન્ટમાં ૫૨ વર્ષ પુરુષ, જીઆઈડીસી સામે અંકુર સોસાયટીમાં ૬ વર્ષ પુરુષ,

બાયપાસ રોડ સરદાર નગર ૧માં ચાણક્ય એપાર્ટમેન્ટમાં ૪૬ વર્ષ પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયા હતા. તેમજ મોરબીની સોમૈયા સોસાયટીના ૪૧ વર્ષ મહિલા, કાયાજી પ્લોટમાં ૬૫ વર્ષ મહિલા અને ૧૮ વર્ષ પુરુષ, માધાપરમાં ૩૧ વર્ષ મહિલા, નવી પીપળી શાંતિ નગરમાં ૩૩ વર્ષ પુરુષ, લાતીપ્લોટ જોન્સનગરના ૬૦ વર્ષ મહિલા અને ૩૫ વર્ષ મહિલા, સીમ્પોલો સિરામિકના ૪૦ વર્ષ પુરુષ,

ભક્તિનગર ૧ વાવડી રોડમાં ૬૨ વર્ષ મહિલા, આંદરણા ગામે ૭૦ વર્ષ મહિલા, શનાળા રોડ ઉમિયાનગર ૨માં ૨૨ વર્ષ પુરુષ અને હળવદ બ્રાહ્મણ ભોજનશાળા પાસે રહેતા ૨૦ વર્ષ મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે વધુ ૧૧ દર્દીઓ સ્વસ્થ થયા છે. નવા ૨૩ કેસો સાથે કુલ કેસનો આંક ૬૭૩ થયો છે. જેમાં ૨૧૪ એક્ટીવ કેસ, ૪૧૯ દર્દીઓ સ્વસ્થ થયા છે. જ્યારે ૪૦ દર્દીના મોત થયા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here