મોરબી જિલ્લામાં ગાય-ભેંસ વર્ગના તમામ પશુઓમાં ઈઅર ટેગિંગ કેમ્પેઈન

0
21
Share
Share

હવે ખાસ ઇઅર ટેગ બનશે પશુઓનું આધાર કાર્ડ

મોરબી તા.૧૧

ભારત સરકારના ઇન્ફર્મેશન નેટવર્ક ફોર એનિમલ પ્રોડક્ટીવીટી એન્ડ હેલ્થ કાર્યક્રમ (ઈંગઅઙઇં)  અંતર્ગત તેમજ જિલ્લા કલેકટરશ્રી મોરબી, તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મોરબીના માર્ગદર્શન હેઠળ, મોરબી જિલ્લામાં ગાય તેમજ ભેંસ વર્ગના અંદાજીત ૩ લાખ જેટલા પશુઓને કાનમાં ટેગ લગાડવાની કામગીરી પશુપાલન વિભાગ દ્વારા ઝુંબેશ સ્વરુપે શરુ કરવામાં આવેલ છે. આ ઈઅર ટેગિંગ એક પ્રકારે પશુઓના આધાર કાર્ડ સમાન છે. જેમાં દરેક પશુને કાનમાં ઇઅર ટેગ લગાડી બારકોડેડ યુનિક આઇડેન્ટિફિકેશન આપી તેની ઓળખ, ઉંમર, વેતર, માલીકનું નામ, ગામ, આધાર નંબર, મોબાઈલ નંબર વગેરે વિગતો આ માટેના ખાસ સોફ્ટવેરમાં નોંધવામાં આવશે

જેના થકી પશુનાં વેક્સીનેશન, કૃત્રિમ બીજદાન, ડીવર્મિંગ, વગેરેને લગતી આનુસાંગિક માહિતી સરળતાથી ઉપલબ્ધ થશે તેમજ ભવિષ્યમાં અછત, પુર, અતિવૃષ્ટિ કે અન્ય કોઈપણ ડિઝાસ્ટર અંતર્ગત પશુઓને સહાય તેમજ નુકશાન, મૃત્યુ વખતે વળતર, લોન, સરકારી યોજના વગેરે વિવિધ કામગીરી સમયસર કરવા માટે આ ઇઅર ટેગિંગ આધારરુપ સાબિત થશે. પશુઓને કાનમાં લગાડવાના ઇઅર ટેગ યોગ્ય રીતે કાનની મધ્યભાગમાં લાગે તે માટે પશુપાલક દ્વારા પોતાના પશુને બાંધીને નિયંત્રિત કરવામાં આવે તે જરુરી છે

જે માટે પશુપાલક તેના તમામ પશુઓને બાર કોડેડ ઇઅર ટેગ લગાવી દેવડાવે અને તે માટે આવનાર પશુપાલન સ્ટાફને દરેક પશુપાલક સંપૂર્ણ સહકાર આપે તેવી ડો.આર.જે.કાવર, જિલ્લા પશુપાલન અધિકારી, મોરબી દ્વારા અપીલ કરાઈ છે

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here