મોરબી : ચોરી-લૂંટ ટોળકીનાં ચાર સભ્યો ૧૧૬ મોબાઈલ સાથે ઝડપાયા

0
20
Share
Share

મોરબી, તા.૨૧

મોરબી જીલ્લામાં લૂંટ અને ચોરીના ગુન્હાઓ નોંધાયા હોય જેની તપાસ ચલાવતા એલસીબી ટીમે લૂંટ અને ચોરીના ગુન્હામાં સંડોવાયેલ ચાર ઈસમોને ઝડપી લઈને ૧૧૬ મોબાઈલ, ૨ બાઈક સહીત ૬ લાખથી વધુના મુદામાલ સાથે ઝડપી લેવામાં સફળતા મળી છે.

મોરબીના પાવડીયારી કેનાલ પાસે પરપ્રાંતીય યુવાનને છરી બતાવી મોબાઈલ ફોન અને રોકડ લૂંટ તેમજ ટંકારાના મીતાણા નજીક પ્લાન્ટમાંથી ચાર મોબાઈલની ચોરી અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હોય જે ગુન્હાઓમાં સંડોવાયેલ ચાર ઈસમો બે બાઈક પર મોરબીથી જેતપર રોડ તરફ ચોરીના મોબાઈલ વેંચવા જતા હોય જે બાતમીને આધારે એલસીબી ટીમે વોચ ગોઠવી હતી અને નવી પીપળી ગામ પાસેથી પસાર થતા ચાર ઈસમોને રોકી પુછપરછ કરતા અને થેલો ચેક કરતા અલગ અલગ કંપનીના ૧૧૬ મોબાઈલ મળી આવતા સઘન પૂછપરછ ચલાવી હતી. જેમાં આરોપીઓએ વિવિધ વિસ્તારમાં છરી બતાવી ધમકી આપી મોબાઈલ ફોન લૂંટ અને ચોરી કરતા જે ચોરીના મોબાઈલ તેઓ મજુરોને વેંચતા હોવાની કબુલાત આપતા એલસીબી ટીમે આરોપી સુલતાન સલેમાન ઉર્ફે સરમણ સુમરા, સોહિલ ઉર્ફે ભૂરો રસુલ હસન સુમરા, સતીષ ઉર્ફે વલીયો રમેશભાઈ ડેડવાણીયા અને સુરેશ ઉર્ફે સુરીયો અવચર જંજવાડીયા રહે.બધા વિસીપરા મોરબીને ઝડપીને વિવિધ કંપનીના મોબાઈલ નંગ ૧૧૬ કીંમત રૂા.૫,૬૫,૫૦૦ અને બે બાઈક કીંમત રૂા.૪૦,૦૦૦ સહીત કુલ રૂા.૬,૦૫,૫૦૦ નો મુદામાલ જપ્ત કરાયો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here