મોરબી : ઘરે પગ લપસી જતા પડી ગયેલા વૃધ્ધાનું મોત

0
16
Share
Share

મોરબી તા. ૧૩

મોરબી નજીકની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા વૃદ્ધા પોતાના ઘરમાં પગ લપસી જવાથી પડી ગયા હતા જેથી તેઓને ગંભીર ઈજા થઈ હતી અને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર કારગત નીવડી છે ત્યાર પહેલા મહિલાનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરે છે. બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીની અંદર રહેતા બળવંતસિંહ ઝાલાના પત્ની જસુબા (ઉંમર ૬૦) પોતાના ઘરમાં પગ લપસી જવાથી પડી ગયા હતા જેથી કરીને તેઓને સારવાર માટે ખસેડાયા હતા પરંતુ સારવાર કારગત નીવડે ત્યારે પહેલા તેમનું મોત નિપજયુ હતુ જેથી કરીને હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતના આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

મોરબી : બગથળા ગામે વૃધ્ધનો ફાંસો ખાઇ આપઘાત

મોરબી તાલુકાના બગથળા ગામે કોળી વૃદ્ધે ગળાફાંસો ખાઇ લેતા પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તાલુકાના બગથળા ગામે રહેતા ભાણજીભાઈ પરસોતમભાઈ સરવૈયા નામના ૬૪ વર્ષના કોળી વૃદ્ધે ગઇકાલના સાંજના સમયે તેમના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને તેમના ડેડબોડીને પીએમ અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો હોસ્પિટલ સત્તાવાળાઓએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં તાલુકા પોલીસ મથકના જે.બી.ઝાલાએ બનાવ સંદર્ભે આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here