મોરબી : ગેરકાયદે પિસ્તોલ – કાર્તુસ સાથે શખ્સ ઝડપાયો

0
31
Share
Share

મોરબી તા. ર૩

મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીકથી એસઓજી ટીમે એક ઇસમમને ગેરકાયદેસર પિસ્ટલ અને પ જીવતા કાટર્ીસ સાથે ઝડપી લઇને આર્મ્સ એક મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે. જિલ્લા એસપી એસઆર ઓડેદરાની સુચના ડીવાયએસપી રાધિકા ભારાઇના માર્ગદર્શન હેઠળ એસઓજી  પીઆઇ જે એમ આલની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જુના બસ સ્ટેન્ડ પાસે મચ્છીપીઠ નજીકથી આરોપી ઇમરાન ઉર્ફે ચકલી રહીમ મોવર રહે મચ્છીપીઠ મોરબી વાળાને ઝડપી લઇને ગેરકાયદેસર હાથબનાવટની પિસ્ટલ નંગ ૧ અને પ નંગ જીવતા કાટર્ીસ સહીત કુલ રુ.૨૦૫૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે. કામગીરીમાં એસઓજી પીઆઇ જે એમ આલની ટીમના કિશોરભાઇ મકવાણા, ફારુકભાઇ પટેલ, રમેશભાઇ રબારી, સતીષભાઇ ગરચર અને સંદીપભાઇ માવલા સહિતની ટીમ જોડાયેલ હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here